આર્યન ખાન કેસમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ઝંપલાવ્યું, કહ્યું- નાની ઉંમરે ડ્રગ્સ લેવું...
આર્યન ખાન કેસમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ઝંપલાવ્યું, કહ્યું- નાની ઉંમરે ડ્રગ્સ લેવું...
મુંબઈ : સામાજિક ન્યાય અને અધિકારિતાના કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારના રોજ (24 ઑક્ટોબર) બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના આર્યન ખાનને ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવાની સલાહ આપી હતી. મુંબઈ ડ્રગ્સ ઓન ક્રૂઝ કેસમાં આર્યન ખાનની ગત 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે રામદાસ આઠવલેએ કહ્યું કે, આટલી નાની ઉંમરે ડ્રગ્સ લેવું સારી બાબત નથી. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની જામીન અરજી પર મંગળવારના રોજ (26 ઓક્ટોબર) બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે.

'આર્યનને જેલ નહીં પણ પુનર્વસન કેન્દ્રમાં મોકલવો જોઈએ'
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, 'નાની ઉંમરે ડ્રગ્સ લેવું સારી બાબત નથી. આર્યન ખાનનું ભવિષ્ય આગળ છે. હું શાહરૂખ ખાનને સલાહ આપું છું કે, આર્યન ખાનને મંત્રાલય સાથે જોડાયેલા વ્યસન મુક્તિ પુનર્વસન કેન્દ્રમાં મોકલે. તેને જેલમાં રાખવાને બદલે 1-2 મહિના માટે પુનર્વસન કેન્દ્રમાં રહેવું જોઈએ. દેશભરમાં આવા અનેક કેન્દ્રો છે. 1-2 મહિનામાં તે માદક દ્રવ્યોમાંથી મુક્ત થઈ જશે.

આઠવલેએ NCB અને સમીર વાનખેડે પર શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, તેમના મંત્રાલય મુજબ નવો કાયદો બનવો જોઈએ જે હેઠળ આરોપીઓને જેલમાં ન મોકલવા જોઈએ. ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરવા માટે રામદાસ આઠવલેએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પ્રશંસા કરી હતી. રામદાસ આઠવલેએ કહ્યું કે, 'ઓછામાં ઓછી 5-6 વખત કોર્ટને જામીન અરજી મળી છે, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. આ દર્શાવે છે કે, NCB ને સંપૂર્ણ મંજૂરી છે અને એ કહેવું ખોટું છે કે, આર્યન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે.

3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરાઈ હતી
કોર્ડેલિયા ક્રુઝ શિપ પર એનસીબીની ટીમ દ્વારા 2 ઓક્ટોબરના રોજ કથિત ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ક્રુઝ દરિયાની વચ્ચે મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. 3 ઓક્ટોબરના રોજ એનસીબી દ્વારા આર્યન ખાન સહિત કેટલાક અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે નાઈજીરિયન સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં 26 ઓક્ટોબરના રોજ સુનાવણી થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
