વિદેશી રેસલર સાથે બદલો લેવા રાખી સાવંતે ખલીની મદદ માગી
વિદેશી રેસલર સાથે બદલો લેવા રાખી સાવંતે ખલીની મદદ માગી
નવી દિલ્હીઃ વિદેશી રેસલર રેબેલને ડાંસનો પડકાર ફેંકીને રિંગમાં ઘાયલ થયેલ બૉલીવુડની મોડેલ રાખી સાવંત અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. રાખી સાવંતે પોતાના ઘરેથી એક વીડિયો જાહેર કર્યો છે અને તેમાં આરોપ લગાવ્યો કે તેને ઘાયલ કરવા પાછળ તનુશ્રી દત્તાનો હાથ છે. રાખીએ કહ્યું કે તનુશ્રીના કહેવા પર રોબેલે તેને ઉઠાવીને ધોબી પછાડ આપી હતી. રાખીએ વીડિયોમાં કહ્યું કે તે હવે પોતાનો બદલો લેવા માગે છે. રાખીએ પોતાનો બદલો લેવા માટે ખલીને ત્રણ નામ જણાવ્યાં.

આ ત્રણેયને કહ્યું, રેબેલથી મારો બદલો લો
રાખીએ કહ્યું, મને તે ફિરંગી રેસલરે ઉપરથી ઉઠાવીને પટકી, કેટલીય વાર સુધી તેણે મને હવામાં જ લટકાવીને રાખી. તે રિંગમાં એકદમ પાગલ થઈ ગઈ હતી, તેને ખબર નથી કે હું બૉલીવુડથી છું. હું તો રેસલર નથી, પરંતુ હું તેનાથી બદલો લેવા માગું છું. હું ઈચ્છું છું કે ફોગાટ સિસ્ટર્સ મારો બદલો લે, ગીતા અને બબીતા ફોગટ તે ફિરંગી રેસલરથી મારો બદલો લે. મેં ખલીભાઈને કહ્યું કે તે બુલબુલને બોલાવી તે પાગલ રેસલરથી મારો બદલો લે.

તનુશ્રી દત્તાને હું નહિ છોડું
અગાઉ સોમવારે રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ઈન્ટરનેશનલ રેસલર રાખીની સાથે જોવા મળી રહી હતી. વીડિયોમાં રાખી સાવંતે કહ્યું હતું કે હું કોઈ રેસલર થોડી છું, હું તો રિંગમાં અંદર ડાન્સ કરવા ગઈ હતી, પરંતુ તે રેસલર તો જાણે પાગલ થઈ ગઈ. મને જે ચોટ લાગી છે, તે કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી, હું કદાચ મરી પણ જાઉં તો પણ લોકોને કદાચ વિશ્વાસ નહિ થાય. તે રેસલરે આ જે કંઈપણ કર્યું છે, તે બધું જ તનુશ્રી દત્તાના કહેવા પર કર્યું છે. તનુશ્રી ઈચ્છે છે કે હું બૉલીવુડમાં ડાન્સ ન કરી શકું, માટે તેણે તે રેસલરને પૈસા આપીને મારી પિટાઈ કરાવી છે. હું તે રેસલરને છોડીશ નહિ. તનુશ્રી દત્તાને પણ હવે હું છોડીશ નહિ.

આ છે રેસલર રેબેલ
પંચકુલાના હોસ્પિટલેથી સોમવારે રજા મળ્યા બાદ રાખી સાવંતે ભાવુક થઈને કહ્યું કે તેને પોતાની માની બહુ યાદ આવી રહી છે, એમની પાસે જવું છે. રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તેણે રેસલર રેબેલના ઈન્સ્ટાગ્રામનો સ્ક્રીન શૉટ અટેચ કરતા લખ્યું, આ જ છે તે રેસલર રેબેલ, જેણે એમને જાણીજોઈને ઈજાગ્રસ્ત કરી. તેણે તનુશ્રી દત્તા પાસેથી રૂપિયા ખાધા અને મારી કમર તોડવાની કોશિશ કરી, જેથી કરીને હું ફરી ડાન્સ ન કરી શકું. હું તેનું અકાઉન્ટ શેર કરી રહ્યું છું અને હું મારા બધા ફેન્સને અપીલ કરું છું કે આવા બ્રિટીશ લોકો સાથે લડવામાં મારી મદદ કરો.

શું થયું હતું રિંગમાં?
જણાવી દઈએ કે રવિવારે હરિયાણાના પંચકુલાના સેક્ટર 3માં બનેલ તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં રેસલિંગની ફાઈટ ચાલી રહી હતી. આ ફાઈટનું આયોજન કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટે કર્યું હતું. રાખી સાવંત પણ આ કાર્યક્રમમાં પહોંચી હતી. મુકાબલા દરમિયાન જ વિદેશી મહિલા રેસલરે રેબેલને પડકાર ફેંકતા કહ્યું કે શં કોઈ ભારતીય મહિલામાં એટલી હિંમત છે કે તેની સાથે મુકાબલો કરી શકે, જ્યારે કોઈ મહિલાએ પડકાર ન સ્વીકાર્યો તો બેવકૂફ રાખી સાવંત રિંગમાં પહોંચી ગઈ. રિંગમાં પહોંચીને રાખી સાવંતે ડાંસ કરતાં વિદેશી મહિલા પહેલવાનને પડકાર ફેંકતા કહ્યું કે શું તેનામાં એટલી હિંમત છે કે તે રાખી સાવંત જેવો ડાંસ કરી શકે? પછી તો શું રેસલરે રાખી સાવંતને હવામાં ઉચકીને જમીન પર પટકી દીધી અને તુરંત રાખીને હોસ્પિટલે દાખલ કરવામાં આવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
