મહિલા પહેલવાને રાખી સાવંતને ઉંચકીને પછાડી, કમરમાં થઈ ઈજા
રેસલિંગની બિગ ફાઈટમાં રાખી સાવંતે એક મહિલા પહેલવાનને પડકાર ફેંકી દીધો. ત્યારબાદ તે મહિલા પહેલવાને રાખી સાવંતને ઉઠાવીને નીચે ફેંકી દીધી.
બોલિવુડમાં ડ્રામા ક્વીનના નામથી જાણીતી અભિનેત્રી રાખી સાવંત હાલમાં સમાચારોમાં છવાયેલી છે. મી ટુ મુવમેન્ટમાં અભિનેતા નાના પાટેકર ઉપર તનુશ્રી દત્તાના દુર્વ્યવહારોના આરોપ બાદ રાખી સાવંત સતત તનુશ્રી પર આરોપો લગાવી રહી છે. થોડા દિવસો પહેલા જ રાખી સાવંતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તનુશ્રી દત્તા પર પોતાના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન રાખી સાવંત અંગે મોટા સમાચાર આવ્યા છે. રેસલિંગની બિગ ફાઈટમાં રાખી સાવંતે એક મહિલા પહેલવાનને પડકાર ફેંકી દીધો. ત્યારબાદ તે મહિલા પહેલવાને રાખી સાવંતને ઉઠાવીને નીચે ફેંકી દીધી. આના કારણે રાખી સાવંતની કમરમાં ઈજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

મહિલા પહેલવાના પડકાર પર રિંગમાં પહોંચી રાખી
મામલો હરિયાણાના પંચકૂલાનો છે જ્યાં સેક્ટર 3માં બનેલા તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં રેસલિંગની બિગ ફાઈટ ચાલી રહી હતી. આ ફાઈટનું આયોજન કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (સીડબ્લ્યુઈ) એ કર્યુ હતુ. રવિવારે મહિલા પહેલવાનો વચ્ચે મુકાબલો થવાનો હતો. રાખી સાવંત પણ આ કાર્યક્રમમાં પહોંચી હતી. મુકાબલા દરમિયાન જ વિદેશી મહિલા રેસલર રેવલે પડકાર ફેંકતા કહ્યુ કે શું કોઈ ભારતીય મહિલાની હિંમત છે કે તે આવીને તેની સાથે મુકાબલો કરે. જ્યારે કોઈ મહિલાએ પડકારનો સ્વીકાર ન કર્યો તો ત્યાં હાજર રાખી સાવંત રિંગમાં પહોંચી ગઈ.

પડ્યા પછી બૂમાબૂમ કરવા લાગી રાખી, હોસ્પિટલ લઈ જવાઈ
રિંગમાં પહોંચીને રાખી સાવંતે ડાંસ કરીને વિદેશી મહિલા પહેલવાનને પડકારીને કહ્યુ કે શું તેની અંદર એટલી હિંમત છે કે તે રાખી જેવો ડાંસ કરી શકે. રાખી સાવંત રિંગની અંદર જ ડાંસ કરી રહી હતી અને વિદેશી રેસલર રેવલને અંગૂઠો બતાવીને ચિડાવી રહી હતી. રાખીને જોઈને ત્યાં હાજર દર્શકો પણ હૂટિંગ કરવા લાગ્યા. ત્યારબાદ રેસલર રેવલ ભડકી ગઈ અને તેણે રાખી સાવંતને ઉઠાવીને નીચે ફેંકી દીધી. જમીન પર પડતા જ રાખીની કમરમાં ઈજા પહોંચી અને તે પીડાના કારણે બૂમો પાડવા લાગી. ત્યાં હાજર લોકોએ તરત જ રાખીને ઉઠાવી અને તેને ફટાફટ હોસ્પિટલ લઈ જવામાં આવી.

રાખી હાલમાં હરવા-ફરવામાં અસમર્થ
કહેવામાં આવી રહ્યુ છે કે જમીન પર પટકવાના કારણે રાખીની કમરમાં ઈજા પહોંચી છે જેના કારણે તે હાલમાં હરવા-ફરવામાં અસમર્થ છે. જો કે રિંગની અંદર બનેલા આ ઘટનાક્રમ અંગે અમુક લોકોનું કહેવુ છે કે આ એક પબ્લિસિટી સ્ટંટ પણ હોઈ શકે છે. લોકોનું કહેવુ છે કે રિંગની અંદર પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે જ્યાં કોઈ પ્રકારની ઈજા થતી નથી પરંતુ માત્ર દેખાડા માટે પહેલવાન એકબીજાને ઉઠાવીને ફેંકે છે. જો કે આ વિશે હોસ્પિટલના ડૉક્ટર જ પુષ્ટિ કરી શકે કે રાખીને કેટલી ઈજા થઈ છે.

તનુશ્રી દત્તા પર લગાવ્યો બળાત્કારનો આરોપ
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ રાખી સાવંતે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અભિનેત્રી તનુશ્રી દત્તા પર મોટો આરોપ લગાવ્યો હતો. તનુશ્રી દત્તા અંગે રાખીએ કહ્યુ કે તેના માટે હવે એ કહેવાનુ જરૂરી બની ગયુ છે. પ્રેસ કોન્ફરન્સમાં રાખીએ કહ્યુ કે તનુશ્રી દત્તાએ તેની પર બળાત્કાર કર્યો છે. એ પણ એક વાર નહિ પરંતુ ઘણી વાર. રાખીએ કહ્યુ કે તેની સાથે અત્યાચાર થયો છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી રહી છે. જો કે તનુશ્રી દત્તાએ રાખીના આરોપને બકવાસ ગણાવીને ફગાવી દીધા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
