વિદેશી રેસલરનો હિસાબ ચૂકતે કરવા આજે ફરી રિંગમાં ઉતરશે રાખી સાવંત
વિદેશી રેસલરનો હિસાબ ચૂકતે કરવા આજે ફરી રિંગમાં ઉતરશે રાખી
નવી દિલ્હીઃ વિદેશી રેસલર રેબેલની ધોબી પછાડ ખાધા બાદ રાખી સાવંત પૂરી રીતે ઠીક થઈ ગઈ છે. રાખી પાછલા રવિવારે એ સમયે ઘાયલ થઈ ગઈ હતી, જ્યારે રેબેલે તેને રિંગ પર જ ઉઠાવીને પટકી દીધી હતી. રાખી આજે એટલે કે શુક્રવારે ફરીથી રિંગમાં ઉતરશે. રાખીએ કહ્યું કે તે વિદેશી રેસલર રેબેલ સાથે બદલો લેવા માટે પૂરી રીતે તૈયાર છે અને આજે તે વિદેશી રેસલરને ફરીથી પડકાર ફેંકશે. રાખી ઉપરાંત આજે રિંગમાં હરિયાણાની ડાંસર સપના ચૌધરી અને અર્શી ખાન પણ પર્ફોર્મન્સ આપશે.

રાખી અને રેબેલે કર્યો રોડ શો
શુક્રવારે રાખી હરિયાણાના કરનાલ પહોંચી અને રેસલર ખલી સાથે રોડ શો કર્યો. જણાવી દઈએ કે શનિવારે કરનાલમાં રેસલિંગનો મુકાબલો થનાર છે, જેની પહેલા ખલીએ રોડ શો કર્યો. રોડ શો જોઈને લોકો ચોંકી ગયા, જ્યારે એમણે સપના ચૌધરી અને તેને પટકનાર રેબેલને એક જ ઝીપમાં સવાર થતી જોઈ. મીડિયા સાથે વાત કરતા રાખીએ કહ્યું કે આજે તે રેબેલને રિંગમાં ચેલેન્જ કરશે.

રેબેલે રાખીને ધોબી પછાડ આપી
જણાવી દઈએ કે રવિવારે હરિયાણાના પંચકુલામાં રેસલિંગનો મેચ ચાલી રહ્યો હતો, જેમાં વિદેશી રેસલર રેબેલે પડકાર ફેંકતા કહ્યું કે કોઈ ભારતીય મહિલામાં દમ છે કે તે રિંગમાં આવીને તેનો મુકાબલો કરી શકે. રેબેલના પડકારનો જવાબમાં રાખીએ તેને ડાંસમાં મુકાબલો કરવાનો પડકાર ફેંક્યો. જે બાદ બંને રિંગમાં ડાંસ કરવા લાગી અને આ દરમિયાન જ અચાનક રેબેલે રાખીને ઉઠાવીને પટકી દીધી. દર્દને પગલે રાખી ચીસો પાડવા લાગી ત્યારે સ્ટાફ રિંગ અંદર આવ્યો અને રાખીને ઉઠાવીને હોસ્પિટલ ભેગી કરી.

મારો બદલો લેવા ખલીભાઈ બુલબુલને બુલાવો
રાખીએ મંગળવારે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેણે મને ઘણા સમય સુધી હવામાં જ લટકાવી રાખી. મારી પીઠમાં ભારે દર્દ છે. તે રિંગમાં એકદમ પાગલ થઈ ગઈ હતી, એને ખબર નથી કે હું બૉલીવુડથી છું. હું તો રેસલર નથી, પરંતુ હું તેનો બદલો લેવા માગું છું. હું ઈચ્છું છું કે ફોગાટ સિસ્ટર મારો બદલો લે, શું નામ છે એમનું, હા ગીતા અને બબીતા ફોગાટ, તેઓ આ ફિરંગી રેસલરથી મારો બદલો લે. હું ખલી ભાઈને કહેવા માગું છું કે તેઓ બુલબુલને બોલાવી આ પાગલ રેસલરથી મારો બદલો લે.

તનુશ્રી દત્તાને પણ નહિ છોડું
રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં તે ઈન્ટરનેશનલ રેસલર ખલી સાથે જોવા મળી રહી હતી. વીડિયોમાં રાખી સાવંતે કહ્યું, હું કોઈ રેસલર થોડી છું, હું તો ડાંસ કરવા રિંગની અંદર ગઈ હતી, પરંતુ એ રેસલર તો જાણે પાગલ થઈ ગઈ. મને ઈજા પહોંચી તે કંઈ પબ્લિસિટી સ્ટંટ નહોતો, હું મરી જઈશ તો પણ લોકોને તે પબ્લિસિટી સ્ટંટ જ લાગશે. રેસલરે આ જે કંઈપણ કર્યું છે તે રેસલરના કહેવા પર કર્યું છે. તનુશ્રી એ જ ઈચ્છે છે કે હું બૉલીવુડમાં ડાંસ ન કરી શકું, માટે તેણે રેસલર પાસે મારી પીટાઈ કરાવી. હું એ રેસલરને છોડીશ નહિ અને તનુશ્રી દત્તાને પણ પાઠ ભણાવીને રહીશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
