Video/Pics: સત્યતા અને લાગણી સભર છે સિટી લાઇટ્સનું ટ્રેલર
મુંબઈ, 3 મે : નેશનલ ઍવૉર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિટી લાઇટ્સનું ઑફિસિયલ ટ્રેલર શુક્રવારે લૉન્ચ થઈ ગયું છે અને આશા મુજબ તે ખૂબ જ પ્રભાવશાળી છે. સિટી લાઇટ્સ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે કે જેને પડદા ઉપર જીવ્યાં છે રાજકુમાર રાવ અને નવોદિત અભિનેત્રી પત્રલેખાએ.
સિટી લાઇટ્સ ફિલ્મ સમયના માર્યા એક એવા પતિ-પત્નીની વાર્તા છે કે જેમને રોજી-રોટીની શોધમાં રાજસ્થાનનું ગામ છોડી મુંબઈ આવવું પડે છે, પરંતુ મુંબઈ આવતા જ તેમના જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવી જાય છે. આવી જ કશ્મકશને પડદે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે દિગ્દર્શક હંસલ મહેતાએ સિટી લાઇટ્સ વડે.
ફિલ્મમાં રિયલિટી લાવવા માટે અભિનેતા રાજકુમાર રાવે સાચે જ મૂછો વધારી છે. રાજકુમારે નકલી મૂછો લગાવવાની જગ્યાએ અસલી મૂછો વધારી કે જેથી ફિલ્મમાં તેમનું રૂપ તાર્કિક લાગે. કહે છે કે રાજકુમારે સિટી લાઇટ્સના પગલે પોતાની અન્ય ફિલ્મ ડૉલી કી ડોલીનું શૂટિંગ આગળ વધારી દીધું કે જેથી સિટી લાઇટ્સના પ્રચાર માટે તેમનું મૂછો ધરાવતું રૂપ જળવાઈ રહે. સિટી લાઇટ્સ 30મી મેના રોજ રિલીઝ થવાની છે.
નોંધનીય છે કે સિટી લાઇટ્સ ફિલ્મ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેટ્રો મનીલાની રીમેક છે. હંસલ મેહતા સાથે રાજકુમાર રાવે બીજી વખત કામ કર્યું છે. આ અગાઉ બંનેએ શાહિદ ફિલ્મ કરી હતી કે જેના માટે રાજકુમાર રાવને નેશનલ ઍવૉર્ડ મળ્યો છે.

નેશનલ ઍવૉર્ડ
છેલ્લા કેટલાંક સમયમાં રાજકુમાર રાવે બૉલીવુડમાં પોતાના બહેતરીન પરફૉર્મન્સ વડે પોતાને એક પરફૉર્મર, આઉટ ઑફ બૉક્સ કલાકાર તથા નેશનલ ઍવૉર્ડનો સાચો અધિકારી સાબિત કર્યો છે.

કાઇ પો છેથી શરુઆત
કાઇ પો છે દ્વારા પોતાને બૉક્સ ઑફિસે સાબિત કર્યા બાદ રાજકુમાર રાવે શાહિદ ફિલ્મ બદલ નેશનલ ઍવૉર્ડ પર કબ્જો કર્યો.

બિગ બીએ કર્યા વખાણ
રાજકુમાર રાવના હૃદયસ્પર્શી અભિનયના વખાણ અમિતાભ બચ્ચન સહિતની મોટી હસ્તીઓ કરી ચુકી છે.

વધુ એક ઇમોશનલ ફિલ્મ
હવે રાજકુમાર રાવ વધુ એક ઇમોશનલ તથા સત્ય કથા પર આધારિત ફિલ્મ સિટી લાઇટ્સમાં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ 30મી મેએ રિલીઝ થશે.
માણો સિટી લાઇટ્સ ફિલ્મનું ટ્રેલર
સિટી લાઇટ્સ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે નવોદિત અભિનેત્રી પત્રલેખા છે. ટ્રેલર માણવા સ્લાઇડર પર ક્લિક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
