Pics : બૉલીવુડની આ વેશ્યાઓને પહોંચી શકશે રજ્જો?
મુંબઈ, 11 નવેમ્બર. રજ્જો અને કંગના રાણાવત આજકાલ બૉલીવુડમાં ચર્ચિત છે. કંગનાની આ ફિલ્મ આગામી 15મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં કંગના રાણાવત એક તવાયફ એટલે કે વેશ્યાના રોલમાં આવી રહ્યાં છે.
ક્રિશ 3 ફિલ્મની સફળતા બાદ ઉત્સાહિત કંગના રાણાવત રજ્જોને લઈને પણ ખૂબ જ ઉત્સુક અને આશાવાદી છે. ફિલ્મમાં તેઓ તવાયફનો રોલ કરી રહ્યાં અને તેના માટે કહે છે કે તેમણે વર્ષોથી આવી તૈયારીઓ કરી હતી કે જેથી તેઓ રજ્જોનો રોલ કરી શક્યાં. કંગનાનું કહેવું છે કે આ કોઈ એક માસની તૈયારીનું પરિણામ નથી. રજ્જો ફિલ્મમાં કંગના રાણાવતના પ્રેમીનો રોલ સત્તર વર્ષનો પારસ અરોરા કરી રહ્યો છે.
જોકે કંગના રાણાવત ભલે પહેલી વાર તવાયફનો રોલ કરી રહ્યાં હોય, પણ બૉલીવુડમાં વેશ્યા કે તવાયફ કોઈ નવો વિષય નથી. મીના કુમારીથી લઈ રેખા અને ઐશ્વર્યા રાયથી માંડી કરીના કપૂર જેવી અનેક અભિનેત્રીઓ ફિલ્મોમાં વેશ્યા તરીકે કામ કરી ચુક્યાં છે. કરીનાએ તો છેલ્લે આમિર ખાન અભિનીત ફિલ્મ તલાશમાં વેશ્યાનો રોલ કર્યો હતો. હવે કંગના સમક્ષ મીના, કરીના, ઐશ જેવી અભિનેત્રીઓને વામણી સાબિત કરવાનો પડકાર છે.
હાલ તો આપને બતાવીએ બૉલીવુડની તવાયફો તસવીરોમાં :

મુઘલ-એ-આઝમ
કે. આસિફની મુઘલ-એ-આઝમ ફિલ્મમાં અનારકલીનું પાત્ર ભજવનાર મુધાબાલાએ એક કનીઝનું પાત્ર એવી રીતે ભજવ્યું કે જે ભારતીય સિનેમામાં સીમાચિહ્ન રૂપ બની ગયું.

પાકીઝા
ફિલ્મ પાકીઝા અભિનેત્રી મીના કુમારીએ એક સુંદર, પણ ત્રસ્ત તવાયફનો રોલ કર્યો હતો. પાકીઝા ભારતીય સિનેમાની તેવી ફિલ્મ છે કે જેની આગળ દરેકે દરેક માથું ઝુકાવે છે.

ઉમરાવ જાન
ફિલ્મ ઉમરાવ જાનમાં રેખાએ એવો જીવંત રોલ કર્યો કે જે કરવું દરેકના વશની વાત નથી હોતી. રેખાને આ ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો અને હિન્દી સિનેમા માટે રેખા ઉમરાવ જાન બની ગયાં.

ચાંદની બાર
ચાંદની બાર ફિલ્મમાં તબ્બુએ વેશ્યાનો રોલ કર્યો હતો. ફિલ્મ માટે તબ્બુએ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ઍવૉર્ડ પણ મેળવ્યો હતો.

દેવદાસ
ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિતે વેશ્યાનુ પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મ જોરદાર હિટ થઈ હતી. માધુરીએ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો ઍવૉર્ડ મેળવ્યો હતો.

ચમેલી
કરીના કપૂર ચમેલી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરી ચુક્યાં છે. ચમેલી કૉમર્સિયલ રીતે સફળ નહોતી થઈ, પરંતુ સમીક્ષકોએ કરીનાના ખૂબ વખાણ કર્યા હતાં.

જૂલી
મૉડેલમાંથી અભિનેત્રી બનનાર નેહા ધુપિયાએ પણ ફિલ્મ જૂલીમાં વેશ્યાનો રોલ કર્યો હતો.

લાગા ચુનરી મેં દાગ
ફિલ્મ લાગા ચુનરી મેં દાગમાં રાણી મુખર્જી વેશ્યાના રોલમાં હતાં.

ઉમરાવ જાન
જે. પી. દત્તાની ઉમરાવ જાન ફિલ્મમાં ઐશ્વર્યા રાયે પણ વેશ્યાનો રોલ કર્યો હતો.

દેવ ડી
દેવ ડી ફિલ્મમાં કલ્કી કોચલીને પણ વેશ્યાનું પાત્ર ભજવ્યુ હતું.

સુહાગ
વેશ્યાના રોલ કરવામાં કદાચ રેખા સૌથી આગળ રહ્યાં છે. ફિલ્મ સુહાગમાં રેખા વેશ્યાના રોલમાં હતાં.

મુકદ્દર કા સિકંદર
મુકદ્દર કા સિકંદરની જોહરાને કોણ ભુલાવી શકે. આ ફિલ્મમાં રેખાએ જોહરા નામની વેશ્યા તરીકે યાદગાર રોલ કર્યો હતો.

રજ્જો
હવે કંગના રાણાવત રજ્જો ફિલ્મમાં તવાયફનો રોલ કરી રહ્યાં છે. જોઇએ તેઓ આ રોલમાં કેટલા સફળ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
