ચક્કર આવ્યા બાદ રજનીકાંતની થઈ બ્રેઈન સર્જરી, આ બિમારી બની મોટુ કારણ, જાણો માહિતી
સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા રજનીકાંતની હાલમાં જ સર્જરી થઈ છે. જાણો અપડેટ.
સિનેમા જગતના સુપરસ્ટાર રજનીકાંત વિશે એક મોટા અપડેટ આવી રહ્યા છે. સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા રજનીકાંતની હાલમાં જ સર્જરી થઈ છે. અભિનેતા રજનીકાંતની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. તેમની ખરાબ તબિયતના કારણે ડૉક્ટરે તેમની સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો. સર્જરીના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ રજનીકાંતના જલ્દી ઠીક થઈને ઘરે આવવાની કામના કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રજનીકાંતને થોડા દિવસ પહેલા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે ઘણા દિવસોથી સસ્પેન્સ હતુ કે છેવટે તેમની સર્જરીનુ કારણ શું છે?

28 ઓક્ટોબરે ચક્કર આવ્યા બાદ હૉસ્પિટલમાં ભરતી
હવે શુક્રવારે હૉસ્પિટલે મેડિકલ બુલેટિન દ્વારા રજનીકાંતની તબિયત વિશે માહિતી શેર કરી છે. હૉસ્પિટલના જણાવ્યા મુજબ રજનીકાંતને 28 ઓક્ટોબરે ચક્કર આવ્યા બાદ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. રજનીકાંતના માથામાં લોહીનો પુરવઠો ચાલુ કરવા માટે ડૉક્ટરે સર્જરી કરવાનો નિર્ણય કર્યો.

રજનીકાંતને સીએઆર સર્જરી કરાવવાની સલાહ
કાવેરી હૉસ્પિટલે મેડિકલ બુલેટીનમાં આ અંગે માહિતી આપીને કહ્યુ કે ડૉક્ટરોની પેનલે રજનીકાંતની તબિયતની સંપૂર્ણપણે તપાસ કરી છે. ત્યારબાદ રજનીકાંતને સીએઆર સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી. હૉસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડૉક્ટર અરવિંદનસેલ્વરાજે પોતાના બુલેટિનમાં એ કહ્યુ કે પ્રક્રિયા આજે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. રજનીકાંત ઠીક થઈ રહ્યા છે. થોડા દિવસમાં તેમને હૉસ્પિટલથી ઘરે જવાની મંજૂરી પણ મળી જશે.

અન્નાત્થે પણ 4 નવેમ્બરે દિવાળી પર રિલીઝ
સીઆઆર સર્જરી વિશે વાત કરવામાં આવે તો તેના દ્વારા દિમાગની અંદર લોહીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે. સીએઆરનો અર્થ છે કેરોટિડ આર્ટરી. તમને જણાવી દઈએ કે આના માટે કોઈ મોટી ખતરનાક સર્જરી રજનીકાંતની કરવામાં આવી નથી. શુક્રવારે આ સર્જરી પૂરી કરવામાં આવી. તમને યાદ અપાવી દઈએ કે 25 ઓક્ટોબરે રજનીકાંત દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. વળી, રજનીકાંતની ફિલ્મ અન્નાત્થે પણ 4 નવેમ્બરના રોજ દિવાળીમાં રિલીઝ થવાની છે.

રજનીકાંતની તબિયતમાં સુધારો
એ પહેલા રજનીકાંત હૉસ્પિટલમાંથી ઘર વાપસી કરી શકે છે. રજનીકાંત 70 વર્ષની ઉંમરે પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. સાથે જ સાઉથ સિનેમાના નંબર 1 સુપરસ્ટારના પદ પર પણ અડગ છે. ઘણી વાર રજનીકાંત પોતાની તબિયત માટે હૉસ્પિટપલ અને વિદેશ જઈ ચૂક્યા છે. રજનીકાંતની પત્ની લતા રજનીકાંતે પણ મીડિયામાં એ માહિતી આપી છે કે ફેન્સ માટે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
