Pics : અને અમિતાભે રજનીકાંતને કહ્યું - એક્ટિંગ ના છોડતા!
મુંબઈ, 31 માર્ચ : સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની વય ભલે 63 વરસની હોય, પરંતુ આજે પણ લોકો તેમને લીડ રોલમાં જોવાનું પસંદ કરે છે. આટલુ જ નહીં, તેમને ભગવાનની જેમ પૂજે છે. તાજેતરમાં જ રજનીકાંતની દીકરી સૌંદર્યા દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ કોચાદઇયાંનો ટ્રેલર લૉન્ચ થયો. આ એક ફોટો એનિમેશન ફિલ્મ છે કે જેમાં રજનીકાંત અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકામાં છે.
રજનીકાંતની ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન તેમના નજીકના મિત્ર અમિતાભ બચ્ચન પોતાના પત્ની જયા બચ્ચન તેમજ પુત્રવધુ ઐશ્વર્યા રાય પણ હાજર હતાં. આ ઉપરાંત પણ હિન્દી ફિલ્મ જગતના મોટા-મોટા ફિલ્મ નિર્માતાઓ રજનીકાંત અને સૌંદર્યાને શુભેચ્છાઓ આપવા પહોંચ્યા હતાં. આ ઇવેંટ દરમિયાન અમિતાભ બચ્ચને રજનીકાંત સાથે જોડાયેલી પોતાની યાદો શૅર કરી.
ચાલો તસવીરો સાથે જાણીએ કે અમિતાભે શું બોલ્યું :

રજની બોલ્યાં - બોર થઈ ગયો
અમિતાભ બચ્ચને જણાવ્યું - થોડાક સમય અગાઉ જ્યારે રજનીકાંત પોતાની ફિલ્મો રોબોટનું શૂટિંગ કરતા હતા, ત્યારે તેઓ મને મળ્યા હતાં અને કહ્યુ હતું કે હું બહુ બોર થઈ ગયો છું.

એક્ટિંગ ના છોડતાં
અમિતાભ બચ્ચને રજનીકાંતને જવાબ આપ્યો - આપ એક્ટિંગ ના છોડતા. ભલે આપ બોર કેમ ન થઈ ગયા હોવ.

અને આપણને કોચાદઇયાં મળી
અમિતાભે જણાવ્યું - એક પેલો દિવસ હતો અને એક આજનો દિવસ છે. તે દિવસ બાદ રજનીકાંત પરત ફર્યાં કોચાદઇયાં જેવા બહેતરીન પ્રોજેક્ટ સાથે. તેમના કેમના વખાણ કરવામાં આવે.

સૌંદર્યાનું શ્રેષ્ઠ કામ
અમિતાભે જણાવ્યું - સૌંદર્યાએ આ પ્રોજેક્ટ માટે બહુ સુંદર કામ કર્યું છે. સૌંદર્યાએ સાબિત કરી આપ્યું કે આપણી ઇંડસ્ટ્રીમાં મહિલાઓ કેટલી આગળ છે અને મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પુરુષોને પાછળ છોડી રહી છે.

પિતાને ગૌરવ થવુ જોઇએ
અમિતાભે કહ્યું - સૌંદર્યા ઉપર રજનીકાંતને ગૌરવ થવું જોઇએ. પોતાના પિતાને સૌંદર્યાએ ખૂબ જ ગૌરવાન્વિત કર્યાં છે અને રજનીકાંત સાથે અમે સૌને પણ સૌંદર્યા ઉપર ગૌરવ છે. સૌંદર્યાએ પણ અમિતાભને ગળે લાગી આભાર વ્યક્ત કર્યો.

શેખરે પણ કર્યા વખાણ
શેખર કપૂરે પણ સૌંદર્યાના ખૂબ વખાણ કર્યાં અને કહ્યું કે સૌંદર્યા ઉપર અમે સૌને ગર્વ છે. સૌંદર્યાએ જે કરી બતાવ્યું છે, તે કોઈ બીજુ નહોતુ કરી શકતું.

રજનીનું ગીત
કોચાદઇયાંમાં એક ગીતમાં રજનીકાંતના અવાજનો પ્રયોગ કરાયો છે. તે ગીતમાં અવાજ આપવા માટે સૌંદર્યાએ પિતાને જાણ કર્યા વગર તેમને એ આર રહમાનના સ્ટુડિયો મોકલી આપ્યાં અને ત્યાં જ રહમાનના કહેવા પર રજનીકાંતે ગીતને પોતાનો અવાજ આપ્યો.

રિલીઝ ડેટ વધારાઈ
કોચાદઇયાં ફિલ્મની રિલીઝ ડેટ 11મી એપ્રિલથી આગળ વધારી 1લી મે કરી દેવાઈ છે.

ચૂંટણીના કારણે
કોચાદઇયાં ફિલ્મની રિલીઝ ડેટ લોકસભા ચૂંટણીના કારણે આગળ ખસેડવામાં આવી છે.

એનિમેશન ફિલ્મ
કોચાદઇયાં એક એનિમેશન ફિલ્મ છે.

સુભાષ-રજની-અનુપમ
કોચાદઇયાં ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સુભાષ ઘઈ, રજનીકાંત અને અનુપમ ખેર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
