RRR ને ઓસ્કાર માટે ન મોકલતા રાજામૌલીએ ભડાસ કાઢી, જાણો શું કહ્યું?
રાજામૌલી RRR ને સત્તાવાર રીતે ઓસ્કારમાં ન મોકલાયા બાદ નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં ઓસ્કારમાં એન્ટ્રી ન થવા મુદ્દે પુછાયુ હતું.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી RRR ને ઓસ્કારમાં મોકલવા માટે નિર્માતા એસ રાજામૌલી જોર લગાવી રહ્યા હતા પરંતુ ભારત સરકારે છેલ્લો શો મુવીને ઓસ્કાર માટે મોકલી હતી. હવે રાજામૌલીએ આ મુદ્દે તેમની ભડાસ કાઢી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક રાજામૌલીએ ફિલ્મ ફેડરેશન પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, સત્તાવાર રીતે છેલ્લો શોની ભારત તરફથી એન્ટ્રી થઈ છે પરંતુ RRR ના ઓસ્કાર જીતવાના વધુ ચાન્સ છે.

રાજામૌલી RRR ને સત્તાવાર રીતે ઓસ્કારમાં ન મોકલાયા બાદ નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં ઓસ્કારમાં એન્ટ્રી ન થવા મુદ્દે પુછાયુ હતું. તેમને પુછાયુ કે શું તમે RRR ને એન્ટ્રી ન મળતા નિરાશ છો? આ સવાલના જવાબમાં એસએસ રાજામૌલીએ કહ્યું કે, હા, આ ખૂબ જ નિરાશાજનક હતું પરંતુ અમે શાંતિથી બેસી રહેવાના અને આવું થવા દેવાના નથી.
અહીં રાજામૌલીએ કહ્યું કે, જે થઈ ગયુ તે થઈ ગયુ, અમારે આગળ વધવાનું છે. મને એ વાતની પણ ખુશી છે કે છેલ્લો શો એક ભારતીય ફિલ્મ છે અને તે ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે પરંતુ મને લાગે છે કે RRR ની જીતવાની વધુ તકો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં દરેકને આવું જ લાગે છે.
ગીત નાટુ-નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા બાદ એસએસ રાજામૌલી સહિત ફિલ્મની સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં રાજામૌલીએ અમેરિકામાં RRRના પ્રચારમાં પુરૂ જોર લગાવી દીધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
