B'Day Special: ક્યારેય ન જોઇ હોય એવી રાજ કપૂરની કેટલીક અનોખી તસવીરો
આજે રાજ કપૂરનો 92મો જન્મદિવસ છે, ત્યારે આવો જોઇએ રાજ કપૂરની કેટલીક અનોખી તસવીરો..
બોલિવૂડના શો-મેન કહેવાતા રાજ કપૂર હવે આ દુનિયામાં નથી, પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાનને લોકો ક્યારેય ભૂલી શકે એમ નથી. આજે રાજ કપૂરનો 92 જન્મદિવસ છે, ત્યારે બોલિવૂડના સિતિરાઓ અને ફિલ્મ પ્રેમીઓ તેમને યાદ કરી રહ્યાં છે.
બોલિવૂડના પ્રથમ પરિવાર તરીકે જાણીતા કપૂર પરિવારની ચાર પેઢીએ બોલિવૂડ પર રાજ કર્યું છે. પૃથ્વીરાજ કપૂરથી માંડીને કરીના કપૂર અને રણબીર કપૂર, સૌ સુપરસ્ટાર કહેવાયા છે.
આજે રાજ કપૂરના જન્મદિવસે અમે લાવ્યા છીએ તેમની કેટલીક અનોખી તસવીરો, જે તમે આ પહેલાં કદાચ જ જોઇ હશે. શો-મેન રાજ કપૂરને યાદ કરવાની આનાથી સારી રીત બીજી કઇ હોઇ શકે!

રાજ કપૂર-દિલીપ કુમાર
રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદ ખૂબ જ સારા મિત્રો હતા. રાજ કપૂર અને દિલીપ કુમારની આ તસવીર આ વાતની સાબિતિ છે.

પ્રથમ વડાપ્રધાન સાથે શો-મેન રાજ કપૂર
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત શ્રી જવાહરલાલ નેહરૂ સાથે ત્રણ મિત્રો- દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂર.

પૃથ્વીરાજ કપૂર સાથે
પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂરની એક વિરલ તસવીર!

કપૂર પરિવારની લાડકી દિકરીઓ સાથે
કરિશ્મા કપૂર, કરીના કપૂર અને રિદ્ધિમા કપૂર(રણબીર કપૂરની બહેન) સાથે રાજ કપૂર.

રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ
રાજ કપૂર અને દિલીપ કુમારની એક સમારંભની આ તસવીર પણ ખૂબ સુંદર છે. આ તસવીરમાં પણ સાઇડ પર દેવ આનંદ નજરે પડે છે, જે એ વાતની સાબિતી છે કે તેમના ફિલ્મી કરિયર બાદ પણ આ ત્રણેયની મિત્રતા એટલી જ ગાઢ હતી.

શશી કપૂર સાથે
શશી કપૂર અને રાજ કપૂરની એક ખૂબ જ સુંદર તસવીર!

રાજ કપૂરની હોળી
કપૂર પરિવારનું હોળી સેલિબ્રેશન આજે પણ ખૂબ પોપ્યૂલર છે. આ ફોટામાં અમિતાભ બચ્ચન રાજ કપૂર સાથે ફૂલ હોળી મૂડમાં જોવા મળે છે.

રાજ કપૂર-નરગિસ
રાજ કપૂર અને નરગિસની જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓમાંની એક છે તથા આ બંન્નેની લવ-સ્ટોરી પણ બોલિવૂડની સૌથી લોકપ્રિય અને ડ્રામેટિક લવ-સ્ટોરીમાંની એક છે. બંન્નેની આ તસવીર તમે કદાચ ક્યારેય નહીં જોઇ હોય!

કપૂર ભાઇઓનો પ્રેમ
સૌને ખબર છે કે કપૂર ભાઇઓ રાજ કપૂર, શશી કપૂર અને શમ્મી કપૂર એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા. તેમની આ તસવીર એ જ વાતની સાબિતી પૂરે છે.

રાજ કપૂર
પોતાના સ્નેહીજનો સાથે રાજ કપૂર.

રાજ કપૂર એન્ડ સન્સ
રાજ કપૂર અને તેમના ત્રણેય દિકરા ઋષિ કપૂર, રણધીર કપૂર અને રાજીવ કપૂરની શાનદાર તસવીર.

રણબીર કપૂર સાથે
નાનકડા રણબીર કપૂર સાથે દાદા રાજ કપૂર.

દાદા રાજ કપૂર
આ તસવીરમાં રણબીર કપૂર અને તેમની બહેન રિદ્ધિમા કપૂર દાદા રાજ કપૂર સાથે રમતા નજરે પડે છે. રાજ કપૂર તેમના પૌત્ર અને પૌત્રીઓને ખૂબ પ્રેમ કરતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
