રેલવે બજેટ 2014 : બોલીવુડના 10 સદાબહાર ટ્રેન સોંગ્સ
આજે સંસદમાં નરેન્દ્ર મોદી સરકારના રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ રેલવે બજેટ રજૂ કર્યું હતું. જેવી ધારણા હતી તેમ સરકારે બજેટમાં રેલવે ભાડા વધાર્યા નથી. ભારતીય રેલવે ભારતના લાખો લોકોના જીવન સાથે જોડાયેલી છે. તે ભારતીય પરિવહનનું દિલ છે.
આવી જ રીતે બોલીવુડ પણ ટ્રેન્સ સાથે જોડાયેલું છે. ભૂતકાળમાં અને આજે પણ બોલીવુડની અનેક ફિલ્મોમાં ભારતીય રેલને દર્શાવવામાં આવે છે. આજના રેલવે બજેટ બાદ બોલીવુડ માં ટ્રેનને લઇને અનેક દ્રશ્યો ફિલ્માવવામાં આવેલા છે. જો કે આજે બોલીવુડની ફિલ્મોના ટ્રેનમાં ફિલ્માવાયેલા રોમાન્સ આધારિત ગીતોની વાત કરીએ.
આવો જાણીએ બોલીવુડના ટોપ 10 રોમાન્ટિક સોંગ્સ ઓન ધ ટ્રેન...

કસ્તો મઝા... - પરિણિતા
આ ફિલ્મના ગીતમાં સૈફ અલી ખાન અને વિદ્યા બાલન વચ્ચેનું પ્રણય ગીત અત્યંત સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યું છે. તેના ગાયકો સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ છે.

ધડક ધડક... - બંટી ઔર બબલી
આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જી વચ્ચે ધમાકેદાર ગીત ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત ગુલઝારે લખ્યું છે અને શંકર અહેસાન લોયે સંગીતબદ્ધ કર્યું છે.

છૈયાં છૈયાં... - દિલ સે
આ સુપરહિટ ધમાલ ગીત શાહરૂખ ખાન અને મલાઇકા અરોરા પર ફિલ્માવવામાં આવ્યું છે. તેના ગાયક સુખવિંદર સિંહ છે.

કબ સે કરે હૈ તેરા ઇન્તેઝાર - કભી હાં કભી ના
આ ફિલ્મમાં શાહરૂખ ખાનનું પ્રણયગીત લોકો આજે પણ ગણગણવાનું પસંદ કરે છે.

ઘર આજા પરદેસી... - દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
આદિત્ય ચોપરાની આ રોમાન્ટિક મૂવીમાં આ ગીત ટ્રેક ચેન્જર બની રહે છે.

બોમ્બે સે બરોડા તક... - રફૂચક્કર
ફિલ્મ રફૂચક્કરના આ મજેદાર ગીતને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે.

પલ દો પલ કા સાથ... - ધ બર્નિંગ ટ્રેન
જીવનનું સત્ય દર્શાવતા આ ગીતમાં આર ડી બર્મનનું કમ્પોઝિશન છે. આ ગીત એક જ ટ્રેનમાં ફિલ્માવવામાં આવ્યું છે.

ગાડી બુલા રહી હૈ... - દોસ્ત
કિશોર કુમારે ગાયેલું અને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું આ ગીત ટ્રેનની વાત આવે ત્યારે અવશ્ય યાદ આવે છે.

મેરે સપનો કી રાની... - આરાધના
ફિલ્મ આરાધનાનું આ ગીત ટ્રેન પર ફિલ્માવાયેલું બેસ્ટ લવ સોંગ માનવામાં આવે છે. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર ફિલ્માવાયેલા ગીતમાં ટ્રેન અને જીપ વચ્ચેની કમાલની જુગલબંધી દર્શાવાયેલી છે.

રેલ ગાડી, રેલ ગાડી...
અશોક કુમાર પર ફિલ્માવાયેલું અને તેમણે જ ગાયેલું આ ગીત તમામ વર્ગના લોકોને પસંદ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
