ઉંમરમાં રાઘવ ચઢ્ઢાથી કેટલી મોટી છે તેની નવવધુ પરિણીતિ ચોપડા? કેવી રીતે અને ક્યાં મળ્યા બંને?
Parineeti Chopra Raghav Chadha Age: આમ આદમી પાર્ટીના યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને તેમની કથિત ગર્લફ્રેન્ડ પરિણીતિ ચોપરા આજે રાત્રે 8 વાગ્યે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. હાલમાં, સગાઈના અંતિમ સમય માટે કેટલીક બાકીની તૈયારીઓ દિલ્હીમાં ચાલી રહી છે.
રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં પોતાના ઘરે સગાઈની તૈયારી કરી રહ્યા છે. તેની મંગેતર પરિણીતી ચોપરા પણ દિલ્હીની હોટલમાં ફંક્શન માટે તૈયાર થઈ રહી છે. ચારે બાજુ સુરક્ષા પણ ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી છે. આ દરમિયાન પરિણીતી ચોપરાની બહેન અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ દિલ્હી પહોંચી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતિ અને રાઘવની પહેલી મુલાકાત લગભગ 15 વર્ષ પહેલા લંડનમાં થઈ હતી, જ્યારે પરિણીતી ચોપરા 'યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટર'માંથી બિઝનેસ, ઈકોનોમિક્સ અને ફાઈનાન્સનો અભ્યાસ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢા પણ તે જ સમયે 'લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ'માં અભ્યાસ કરતા હતા. ત્યારે જ બંનેની મુલાકાત થઈ હતી. જોકે ત્યાં સુધી બંને એકબીજાના મિત્રો જ હતા.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સરખી જ ઉંમરના છે. બંનેની ઉંમર માત્ર 34 વર્ષની છે. પરિણીતી ચોપરા તેના ભાવિ મંગેતર રાઘવ ચઢ્ઢા કરતાં માત્ર 20 દિવસ મોટી છે. વાસ્તવમાં પરિણીતી ચોપરાનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ થયો હતો જ્યારે તેના બૉયફ્રેન્ડ રાઘવ ચઢ્ઢાનો જન્મ 11 નવેમ્બર 1988ના રોજ થયો હતો.
પરિણીતિ ચોપરા બૉયફ્રેન્ડ રાઘવ કરતાં માત્ર 20 દિવસ મોટી છે. બીજી તરફ તેની બહેન પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ કરતા 10 વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરા 40 વર્ષની છે અને તેનો પતિ નિક જોનસ 30 વર્ષનો છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સગાઈનું ફંક્શન સાંજે 5 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. સગાઈના ભોજન મેનૂમાં મહેમાનોને ભારતીય ભોજનનું મિશ્રણ પીરસવામાં આવશે. પરિણીતિ ચોપરાને કબાબ પસંદ છે, તેથી મેનુમાં વિવિધ પ્રકારના કબાબનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શાકાહારીઓ માટે પણ વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હશે. ફૂડ મેનુમાં ખાસ વીગન ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ અનેક પ્રકારના ડેઝર્ટને પણ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે બૉલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તેની સગાઈ સેરેમનીમાં બૉલિવુડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો એક્સક્લુઝિવ લહેંગા પહેરવા જઈ રહી છે. જો કે લહેંગાના રંગ વિશે કોઈ માહિતી મળી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતિએ તેના ભાવિ મંગેતર રાઘવની પસંદગીનો લહેંગા પહેર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાની સગાઈ સંપૂર્ણ પંજાબી સ્ટાઈલમાં થવા જઈ રહી છે. બંને પરિવારોએ નાચવા, ગાવા અને ધમાલ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સાથે જ સગાઈની થીમ પેસ્ટલ રાખવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
