Pushpa 2ના ગીત 'અંગારો'એ મચાવી ધૂમ, અલ્લૂ અર્જુન-રશ્મિકાની કેમેસ્ટ્રીએ ઈન્ટરનેટ પર વરસાવ્યો કહેર, જુઓ Video
Pushpa 2 New Song Out: સાઉથનો સ્ટાઈલિશ સુપર સ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2- ધ રૂલ' માટે ચર્ચામાં છે. લોકો તેની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાની અભિનીત આ ફિલ્મનું બીજું ગીત 'અંગારોં' રિલીઝ થઈ ગયું છે.
ફિલ્મ 'પુષ્પા 2'નું નવું ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. લોકો આ ગીતને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીતે ફિલ્મને લઈને લોકોનો ઉત્સાહ પણ વધાર્યો છે. આજે એટલે કે 29મી મે 2024ના રોજ, રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું આ ગીત યુટ્યુબ પર રિલીઝ થયું છે અને તેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

આ ગીત બૉલિવુડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલે ગાયું છે. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીતની રિલીઝને લઈને ફિલ્મ મેકર્સે મોટી જાહેરાત કરી હતી. મેકર્સે સોશિયલ મીડિયા પર લખ્યું હતું - પુષ્પા રાજ શ્રીવલ્લી, ભારતનું ફેવરિટ કપલ સવારે 11.07 વાગ્યે આપણને બધાને મોહિત કરવા આવી રહ્યું છે. આ પોસ્ટમાં #TheCoupleSong #Pushpa2SecondSingle ને હેશટેગ કરવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ થયું હતું જેમાં અલ્લૂ અર્જુનની એક સામાન્ય માણસથી ગુંડા સુધીની સફર બતાવવામાં આવી હતી. અગાઉ રીલિઝ થયેલા ટીઝરમાં અલ્લૂ અર્જુન સાડી પહેરીને જોવા મળ્યો હતો અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગે રંગાયેલો હતો. ફિલ્મનું ટીઝર લોકોને ઘણું પસંદ આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પુષ્પા 2 નું શૂટિંગ શિડ્યૂલ હવે અંતિમ તબક્કામાં છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
