Pushpa 2 Box Office Collection : અલ્લુ અર્જુન જેલમાં જતા પુષ્પા 2 ફાયર મોડમાં, જાણો 10માં દિવસનું કલેક્શન
Pushpa 2 Box Office Collection Day 10 : એક તરફ પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ અને જામીનનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે તો બીજી તરફ સિનેમાઘરોમાં પુષ્પા 02 ફાયર મોડમાં જોવા મળી રહી છે.
ફિલ્મ સતત જોરદાર કમાણી કરી રહી છે. અહેવાલો અનુસાર, ફિલ્મ 10 માં દિવસે ફાયર મોડમાં પ્રદર્શન કરી રહી છે. બીજા અઠવાડિયામાં પણ ફિલ્મની કમાણીમાં કોઈ ફરક પડ્યો નથી.

અહેવાલો અનુસાર, પહેલા અઠવાડિયામાં પુષ્પા 2 એ તમામ ભારતીય ભાષાઓમાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમાં પેઇડ પ્રીવ્યૂથી 10.65 કરોડની કમાણી સામેલ છે.
9 મા દિવસે ફિલ્મની કમાણી 36.4 કરોડ રૂપિયા હતી. હવે અલ્લુ અર્જુનની ધરપકડ બાદ 10 મા દિવસની કમાણીના આંકડા પણ સામે આવી ગયા છે. આંકડા અનુસાર, 10 માં દિવસે 55 કરોડથી વધુની કમાણી કરી છે.
પુષ્પા 2 એ પહેલા જ જવાન, પઠાણ, કલ્કી 2898 એડી જેવી ફિલ્મોની કુલ કમાણીના આંકડાથી વધુ કમાણી કરી લીધી છે. 10મા દિવસે ફિલ્મે બાહબુલીના ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR કુલ કલેક્શનને પણ પાર કરી લીધુ છે.
જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો, જો કે તેલંગાણા હાઈકોર્ટે તેને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે.
પુષ્પા 2નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. તેણે તેના પ્રથમ ભાગ પુષ્પા ધ રાઇઝનું પણ નિર્દેશન કર્યું હતું. ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
