HOT: કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ શેર કર્યો પોતાનો મેરેજ પ્લાન
પ્રિયંકા ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ છે સુપર-હોટસાથે જ કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકા કરી લગ્ન અંગે વાતઆ અંગે વધુ વાંચો અહીં...
પ્રિયંકા ચોપરાની લોકપ્રિયતા ચારે કોર ફેલાઇ છે, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં પોતાના પર્ફોમન્સ દ્વારા તે આપણા દેશનું અને બોલિવૂડનું ગૌરવ વધારી રહી છે. તે ભલે બોલિવૂડમાં લાંબા સમયથી કોઇ ફિલ્મમાં દેખાઇ ન હોય, પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. વિવિધ ઇવેન્ટ્સ ઉપરાંત તે ફોટોશૂટ્સ અને પાર્ટીમાં પણ ક્યારેક દેખાઇ જાય છે. હાલમાં જણે હાર્પર બાઝાર અરેબિયાના ફેબ્રૂઆરી 2018ની આવૃત્તિ માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની તસવીરો સુપરહોટ છે.

લગ્ન માટે કેટલીક શરતો
એક મેગેઝિનને આપેલ કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, તે ખરેખર લગ્ન કરવા માંગે છે અને તેને પોતાના બાળકો પણ જોઇએ છે. પરંતુ તેની કેટલીક શરતો છે. તેણે કહ્યું હતું કે, 'મને અટેન્શન પસંદ છે અને તે પણ સરખું અટેન્શન, નહીં તો હું ગુસ્સે થઇ જાઉં છું.'

'મને રોમાન્સ પસંદ છે'
'એણે મને અપ્રોચ કરવી પડશે, લલચાવવી પડશે. જો એ હોંશિયાર અને સ્માર્ટ નહીં હોય, તો અમારી વચ્ચે કંઇ થાય એ શક્ય નથી. આ મારા માટે સૌથી અગત્યની વસ્તુ છે. હું ખૂબ ભાવુક છું અને મને રોમાન્સ પસંદ છે.'

ઘણા બધા બાળકો જોઇએ છે
'લગ્ન અને બાળકો મારા માટે મોટો ગોલ છે. મને લગ્ન સંસ્થામાં પૂરો વિશ્વાસ છે, હું મારો પોતાનો પરિવાર ઇચ્છું છું અને ભગવાન રજા આપે તો પોતાના ઘણા બધા બાળકો ઇચ્છું છું. એક માત્ર પ્રોબ્લેમ એ છે કે, મને એ નથી ખબર કે હું કોની સાથે લગ્ન કરીશ.'

ફેમિલીનું પ્રેશર નથી
'હું પોતાને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે, હું 21મી સદીમાં જીવું છું, જ્યાં મહિલાઓને આ બાબતે સાયન્સની પૂરતી મદદ મળે છે અને આથી ચિંતા કરવાની જરૂર નથી પડતી. મારા ફેમિલીને પણ એવું કોઇ પ્રેશર કે ટેન્શન નથી. પ્રેશરમાં આવીને લગ્ન કરવા કરતાં હું યોગ્ય પાત્ર આવવાની રાહ જોઇશ.'

મહિલા અને પુરૂષો અલગ-અલગ
'પુરૂષો અને મહિલાઓ એકસમાન નથી, બંને અલગ છે. પરંતુ બંનેને સરખી તકો મળે એ જરૂરી છે. મહિલાઓ અને પુરૂષો સાયકોલોજિકલી, ફિઝિકલી અને મેન્ટલી અલગ છે. Men are from Mars and women are from Venus. આપણે ક્યારેય એકસરખા ન થઇ શકીએ અને એવું આપણે ઇચ્છતા પણ નથી. આપણે તો એ ફેક્ટ સેલિબ્રેટ કરવું જોઇએ કે મહિલા અને પુરૂષ આટલા અલગ છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
