ગુન્ડેમાં હેલન જેમ કૅબરે કરતાં નજરે પડશે પ્રિયંકા
મુંબઈ, 29 જૂન : બૉલીવુડ સુંદરી પ્રિયંકા ચોપરાના પ્રયોગો સતત ચાલુ છે. શૂટઆઉટ એટ વડાલામાં બબલી બદમાશ બન્યા બાદ હવે દર્શકોને ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકા કૅબરે ડાન્સ કરતાં નજરે પડશે. તેના માટે હવે તેઓ હેલન સ્વરૂપે દેખાશે.

આ અગાઉ પ્રિયંકા ચોપરા શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ બની લોકોના દિલોમાં જગ્યા બનાવી ચુક્યાં છે. ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે પ્રથમ વાર રણવીર સિંહ છે. ફિલ્મમાં એમ તો પ્રિયંકાનો દેસી અંદાજ છે, પરંતુ એક ગીતમાં તેઓ બિંદાસ્ત રીતે કૅબરે કરતાં નજરે પડશે. ફિલ્મનું દિગ્દર્શન અબ્બાસ ઝફરે કર્યું છે.
ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકાના કિરદાર અંગે કોઈને હાલ માહિતી નથી, પણ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા તાજેતરમાં જ કોલકાતા ખાતે ફિલ્મના શૂટિંગ માટે ગયાં, તો તેમને ત્યાં દેસી અંદાજમાં જોવામાં આવ્યાં. શૂટઆઉટ એટ વડાલા બાદ ઝંજીર ફિલ્મમાં પણ પ્રિયંકા ચોપરા આયટમ સૉંગ કરી રહ્યાં છે. પિતાના મોત બાદ તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા કામે પરત ફર્યાં છે. તેઓ સંજય લીલા ભાનુશાળીની મૅરી કોમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
