વેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'

પ્રિયંકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક એવો ફોટો પોસ્ટ કર્યો જે જોવામાં ખૂબ જ રોચક છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના પ્રેમના કિસ્સા માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં જાણીતા છે. બંનેની કેમેસ્ટ્રી જોતા રહી જાય તેવી છે. બંને એકબીજા માટે પોતાના પ્રેમનો ઈઝહાર કરવાનો કોઈ મોકો ગુમાવતા નથી. બંનેનો દિલકશ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. પ્રિયંકા અને નિક બંનેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ તેમના સુંદર ફોટાઓથી ભરેલુ છે. જો કે આનુ ઘણુ કહેવુ યોગ્ય નહિ કહેવાય. પ્રિયંકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક એવો ફોટો પોસ્ટ કર્યો જે જોવામાં ખૂબ જ રોચક છે. તેણે પોતાના પતિ નિક જોનસ સાથે શાનદાર ફોટો શેર કર્યો છે. ફોટો કંઈક એવો છે કે પ્રિયંકા ચોપડા મીડિયા સામે ફોટો ક્લિક કરાવી રહી છે અને બાજુમાં ઉભેલા નિક જોનસની નજરો તેના પર જ ચોંટી ગઈ છે. જાણો શું લખ્યુ પ્રિયંકાએ...

‘એવા વ્યક્તિને શોધો જે તમને આવી રીતે જોઈ શકે'

‘એવા વ્યક્તિને શોધો જે તમને આવી રીતે જોઈ શકે'

ફોટો એટલો શાનદાર છે કે પ્રિયંકા પોતાને પણ આને ફેન્સ સાથે શેર કરવાથી રોકી ન શકી. તેણે આ ફોટાને શેર કરતા ફેન્સને એક સલાહ આપી દીધી. તેણે લખ્યુ, ‘એવા વ્યક્તિને શોધો જે તમને આવી રીતે જોઈ શકતો હોય...' આના જવાબમાં નિક જોનસે પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરી કે હું સ્નેક્સની જેમ જોઈ રહ્યો છુ. વળી, તેમણે ટેસ્ટી અને હૉટ ઈમોજી પણ બનાવ્યુ છે.

આ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરવા જઈ રહી છે પ્રિયંકા

આ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરવા જઈ રહી છે પ્રિયંકા

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ 1 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતાય ટૂંક સમયમાં પ્રિયંકા ચોપડા બોલિવુડ ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે જોવા મળવાની છે. સ્કાઈ ઈઝ પિંક પ્રિયંકાની કમબેક ફિલ્મ છે.

હાલમાં અમેરિકામાં હિમવર્ષાની મઝા માણી રહી છે પ્રિયંકા

હાલમાં અમેરિકામાં હિમવર્ષાની મઝા માણી રહી છે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકામાં છે. પ્રિયંકા ચોપડાએ થોડા દિવસો પહેલા પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં પ્રિયંકા ચોપડા પોતાની મમ્મી સાથે હતી અને બરફ સાથે રમી રહી હતી. આટલુ જ નહિ પ્રિયંકા ચોપડાએ સુપર બાઉલ દરમિયાનનો મસ્તીનો ફોટો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટોમાં તે દોસ્તો સાથે બરફ પર મસ્તી કરતી જોવા મળી રહી હતી. પ્રિયંકા ચોપડાએ અમેરિકાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થે પ્રિયંકા

‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થે પ્રિયંકા

પ્રિયંકા પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત પોતાનું મીણનું પૂતળુ બનવાના કારણે પણ તે ચર્ચામાં છે. આ અંગે પ્રિયંકાએ એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રિયંકાની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે તેના ફોટાને સોળ લાખથી પણ વધુ લોકોએ લાઈક કર્યો છે. નિક જોનસ સાથે લગ્ન બાદ પહેલાથી વધુ કોન્ફિડન્ટ અને બિન્દાસ જોવા મળી રહી છે. નિક પણ ઘણી વાર પ્રિયંકા સાથેના પોતાના ફોટા શેર કરીને બતાવતા રહે છે કે તેમનુ જીવન કેટલુ બદલાઈ ગયુ છે. દેશ-વિદેશમાં પ્રિયંકાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં આમાં ઘણો વધારો થયો છે. પ્રિયંકા સોશિયલ મીડિયાની પણ ક્વીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X