Pics : મૅરી કોમ બનવા શરીર સુડોળ બનાવતાં પ્રિયંકા
મુંબઈ, 28 મે : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા દેખાવમાં મુક્કાબાજ મૅરી કોમ સાથે જરાય મેળ નથી ખાતાં, પરંતુ તેમણે આ ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતાની ભૂમિકા ભજવવા માટે પોતાના શરીરને સુડોળ બનાવવાના પ્રયત્નો શરૂ કરી દીધાં છે.
પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ યુનિસેફ દ્વારા યોજાયેલ માય વર્લ્ડ કૉન્ફરંસમાં હાજર રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે યુનિસેફની મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી. સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મૅરી કોમનો રોલ કરનાર છે.
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - હું સાઇઝ ઝીરોમાં વિશ્વાસ નથી ધરાવતી. હા, મેં વજન ઓછુ કર્યું છે, કારણ કે હું પોતાની જાતને પોતાની આગામી ફિલ્મ માટે તાલીમ આપી રહી છું. હું મૅરી કૉમ પ્રેરિત પોતાના રોલ માટે પોતાને સુડોળ બનાવવા સખત મહેનત કરી રહી છું.
આવો જોઇએ યુનિસેફના માય વર્લ્ડ કૉન્ફરંસની તસવીરોમાં જોઇએ પ્રિયંકા ચોપરા અને મૅરી કોમ અંગે તેમણે કહેલી વાતો જાણીએ.

મૅરી કોમ બનવા મહેનત કરતાં પ્રિયંકા
ત્રીસ વર્ષીય બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને જુદા-જુદા પ્રકારની ભૂમિકાઓ ભજાવવા સામે કોઈ વાંધો નથી.

મૅરી કોમ બનવા મહેનત કરતાં પ્રિયંકા
પ્રિયંકાએ કમીને અને બર્ફી જેવી ફિલ્મોમાં પણ એકદમ જુદા જ રોલ કર્યાં છે.

મૅરી કોમ બનવા મહેનત કરતાં પ્રિયંકા
પ્રિયંકા કહે છે કે પાંચ વાર વિશ્વ ચૅમ્પિયન બનનાર મણિપુરના મૅરી કોમની વાર્તા પ્રેરક છે.

મૅરી કોમ બનવા મહેનત કરતાં પ્રિયંકા
પ્રિયંકાએ જણાવ્યું - મૅરી કોમની આત્મકથા નહીં, પણ તેમની ઉપર ફિલ્મ બનનાર છે કે જે તેમના જીવનથી પ્રેરિત છે.

મૅરી કોમ બનવા મહેનત કરતાં પ્રિયંકા
પ્રિયંકાએ જણાવ્યું - મને અંગત રીતે તેમની યાત્રા બહુ પ્રેરક લાગે છે.

મૅરી કોમ બનવા મહેનત કરતાં પ્રિયંકા
તેમણે જણાવ્યું - આ ફિલ્મ બતાવશે કે કઈ રીતે યોગ્ય તક ઝડપી સખત મહેનત કરી સફળતા હાસલ કરી શકાય છે.

મૅરી કોમ બનવા સુડોળ બનતાં પ્રિયંકા
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - હું આ ફિલ્મ અંગે ખૂબ ગભરાટ અનુભવી રહી હતી, કારણ કે આ મારા હૃદયની ખૂબ જ નજીક છે.

મૅરી કોમ બનવા સુડોળ બનતાં પ્રિયંકા
સંજય લીલા ભાનુશાળીના દિગ્દર્શન હેઠળ બનનાર આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે.

મૅરી કોમ બનવા સુડોળ બનતાં પ્રિયંકા
મૅરી કોમને આ જ વર્ષે દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ વડે સન્માનવામાં આવ્યા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
