Wink Girl પ્રિયા પ્રકાશ વૉરિયરે કરી ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ
આ વખતે પ્રિયા પ્રકાશની ચર્ચા તેની કાતિલ અદાઓ કે સુંદર ફોટાઓના કારણે નથી થઈ રહી પરંતુ આ વખતે તે લોકોના નિશાના પર છે, કારણ છે તેનું કૉપી-પેસ્ટવાળુ કામ.
ઈન્ટરનેટ સનસનીના નામથી જાણીતી પ્રિયા પ્રકાશ વૉરિયર સોશિયલ મીડિયા પર કંઈક શેર કરે અને તેની ચર્ચા ન થાય એવુ સંભવ છે? જો તમારો જવાબ 'ના' હોય તો તમને જણાવી દઈએ કે તમે અહીં સંપૂર્ણપણે સાચા છો કારણકે આ વખતે પ્રિયા પ્રકાશની ચર્ચા તેની કાતિલ અદાઓ કે સુંદર ફોટાઓના કારણે નથી થઈ રહી પરંતુ આ વખતે તે લોકોના નિશાના પર છે, કારણ છે તેનું કૉપી-પેસ્ટવાળુ કામ.

Wink Girl પ્રિયા પ્રકાશથી થઈ આ ભૂલ...
વાસ્તવમાં મામલો એ છે કે પ્રિયા પ્રકાશ વૉરિયર એક પરફ્યુમ બ્રાંડનું પ્રમોશન કરી રહી છે જેના શૂટિંગના ફોટા તેણે પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેર કર્યા પરંતુ ફોટા શેર કરતી વખતે તેનાથી ભૂલ થઈ ગઈ, તેણે પ્રફ્યુમ બ્રાંડ તરફથી અપાયેલ કેપ્શનને એડિટ કર્યા વિના પોસ્ટ કરી દીધુ જેના કારણે તે ટ્રોલ થઈ ગઈ, પ્રિયાએ કેપ્શનમાં લખ્યુ કે Text content for Instagram and Facebook.
|
પ્રિયા પ્રકાશ થઈ ટ્રોલ
જો કે લોકોની પ્રતિક્રિયા બાદ પ્રિયા પ્રકાશને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે તરત જ પોસ્ટ ડિલીટ કરી દીધી અને એડિટ કેપ્શન સાથે ફોટોશૂટ કરી ફોટા શેર કર્યા. જો કે લોકોએ તેને ટ્રોલ કરવાનું બંધ ન કર્યુ. લોકોએ તેને અનફોલો કરવાની ધમકી સુદ્ધા આપી દીધી છે.

વિવાદોમાં પ્રિયાની પહેલી બોલિવુડ ફિલ્મ
તમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશે રાતોરાત પોતાના આંખોના ઈશારાથી દેશના નવયુવકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. જો કે હાલમાં તે ફિલ્મ ‘શ્રીદેવી બંગલો' માટે ચર્ચામાં છે. આ તેની પહેલી બોલિવુડ ફિલ્મ છે. વાસ્તવમાં એવુ કહેવાઈ રહ્યુ છે કે આ ફિલ્મ દિવંગત અભિનેત્રી શ્રીદેવીના મોત પર બનાવવામાં આવી રહી છે જેના પર નારાજ થતા શ્રીદેવીના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરે કથિત રીતે ફિલ્મના શીર્ષક વિશે ફિલ્મની ટીમને કાયદાકીય નોટિસ મોકલી છે.

પ્રિયા પ્રકાશે આપી સફાઈ
જો કે આ મામલે પોતાનો બચાવ કરતા પ્રિયા પ્રકાશે કહ્યુ હતુ કે શ્રીદેવી ફિલ્મના એક ચરિત્રનું નામ છે. ખબર નહિ કોણ આના પર વિવાદ ઉભો કરી રહ્યુ છે. જો ફિલ્મ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી પર આધારિત હોય તો આપણે આનો નિર્ણય દર્શકો પર છોડી દેવો જોઈએ. જ્યારે ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંતનું કહેવુ છે કે આ એક માત્ર સંયોગ છે કે એક શ્રીદેવી નામની અભિનેત્રીની કહાની છે.

શ્રીદેવીના નામનો ઉપયોગ કરી રહ્યા છે ડાયરેક્ટર?
ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવ્યુ છે કે એક અભિનેત્રી છે જેનુ નામ શ્રીદેવી છે અને દેશ-વિદેશમાં તેમની ફેન ફોલોઈંગ છે. ત્યારબાદ ફરીથી કંઈક એવુ થાય છે કે અભિનેત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને તે સ્મોકિંગ અને ડ્રિંક કરવા લાગે છે. અંતમાં બતાવવામાં આવે છે કે અભિનેત્રીનું બાથ ટબમાં ડૂબીને મોત થઈ જાય છે. તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેત્રી શ્રીદેવીનું મોત પણ બાથટબમાં ડૂબવાના કારણે થયુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
