Preview : આલિયા-વરુણની Hot કેમેસ્ટ્રી બનશે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાની યૂએસપી?
મુંબઈ, 10 જુલાઈ : આ શુક્રવારે એટલે કે આવતીકાલે 11મી જુલાઈના રોજ રૂપેરી પડદે આલિયા ભટ્ટની વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. મહેશ ભટ્ટની નાની દીકરી આલિયાની આ ચોથી ફિલ્મ છે કે જેનું નામ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા છે. ફિલ્મમાં આલિયાના હીરો વરુણ ધવન છે. આ એ જ વરુણ છે કે જેમની સાથે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા આલિયાએ બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. આલિયા-વરુણ રીયલ લાઇફમાં ખૂબ સારા મિત્રો છે અને તેથી જ ફિલ્મના દિગ્દર્શકોને સમ્પૂર્ણ વિશ્વાસ છે કે બંનેની રીયલ કેમેસ્ટ્રી રૂપેરી પડદે લોકોને અનુભવાશે.
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં વરુણ ધવન એક સીધા-સાદા ક્રિકેટ પ્રેમી હમ્પ્ટી શર્માની ભૂમિકા ભજવી રહ્યાં છે કે જેમની દુલ્હનિયા બની છે કાવ્યા પ્રતાપ સિંહ એટલે કે આલિયા ભટ્ટ. ફિલ્મમાં તે તમામ ફ્લેવર્સ જણાય છે કે જે આજકાલની સફળ ફિલ્મો માટે જરૂરી ગણાતા હોય છે.
છેલ્લે મૈં તેરા હીરો ફિલ્મમાં દેખાયેલા વરુણ ધવન હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં દેસી હીરોના અંદાજમાં દેખાઈ રહ્યાં છે, તો છેલ્લે હાઈવે ફિલ્મમાં દેખાયેલા આલિયા ભટ્ટ પણ દેસી દુલ્હનિયા તરીકે જરાય ઓછા આવે તેમ નથી. ફિલ્મમાં આલિયા ભટ્ટ કરીના કપૂરના ફૅન છે. ફિલ્મમાં વિદેશી વિલનનો રોલ બાલિકા વધુ ફૅમ સિદ્ધાર્થ શુક્લા ભજવી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ કરણ જૌહરે કર્યુ છે, તો દિગ્દર્શક શશાંક ખેતાનનું છે.
ચાલો તસવીરો સાથે કરીએ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મનું પ્રિવ્યૂ :

મોજ-મસ્તી માટે
જીવનની વ્યસ્તતાના પગલે માણસ બહુ થાકી જાય છે. તેથી હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા એક રિલેક્સ ડોઝ બની શકે છે. કહે છે કે ફિલ્મના ફની મોમેંટ્સ આપને હસવા માટે મજબૂર કરી નાંખશે.

આલિયા-વરુણની હૉટ કેમેસ્ટ્રી
પોતાની પહેલી જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી જ આલિયા-વરુણની હૉટ કેમેસ્ટ્રી લોકોને માથે ચઢી પોકારી રહી હતી. તેથી બંનેને પુનઃ પડદા પર જોવુ પણ અનેરો લ્હાવો બની શકે.

મસ્તીભર્યા ગીતો
એમ તો હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના ગીતો તમામ લગ્ન-પાર્ટીઓમાં વાગી રહ્યાં છે. તેથી જો મસ્તીનો મૂડ હોય, તો ફિલ્મના ગીતો ડબલ મજા આપશે.

સિદ્ધાર્થ શુક્લા
ટેલીવિઝનના હૉટ હીરો સિદ્ધાર્થ શુક્લાની હૉટનેસને લઈને પણ લોકો આ ફિલ્મ જોવા ઉત્સુક છે.

ધર્મા પ્રોડક્શન
સામાન્ય રીતે ધર્મા પ્રોડક્શન એટલે કે કરમ જૌહર દ્વારા ભારતીય દર્શકોને કંઇવ એવુ આપવામાં આવે છે કે જે લોકોને ગમી જાય છે. તેથી લોકોને આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે.

લિપલૉક બનશે યૂએસપી?
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં આલિયા-વરુણનું હૉટ લિપલૉક પણ છે. શું આ લિપલૉક જ ફિલ્મની યૂએસપી બની રહેશે?

આ પણ વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
