Preity zinta : IPL છોડીને પતિ સાથે સમય વિતાવતી જોવા મળી પ્રીતિ ઝિંટા, ફોટો વાયરલ
Preity zinta : બોલીવુડ એક્ટ્રેસ અને IPL ટીમ પંજાબ કિંગ્સ (PBKS) ની માલિકીન પ્રીતિ ઝિંટા હાલ IPL દરમિયાન મેદાન પર સતત લાઈમલાઈટમાં જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર પણ પ્રીતિ સતત ચર્ચામાં રહે છે. જો કે આ વચ્ચે પ્રીતિ ઝિંટાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ જીન ગુડઇનફ સાથે સુંદર તસ્વીર શેર કરી છે, જે તેના ચાહકોમાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

આ ફોટોમાં પ્રીતી તળાવના કિનારે પતિની ગોદમાં બેઠી નજરે પડે છે. બંને કૅમેરા સામે સ્મિત વિખેરી રહ્યા છે. બ્લેક કલરના ડ્રેસમાં પ્રીતિનો લૂક જોઈને ફેન્સ તેના લૂક્સ અને સ્મિત પર ફિદા થઈ ગયા છે. ફોટા સાથે પ્રીતિએ કેપ્શન આપ્યું છે - Monday Mood.
આ તસ્વીરો પર ચાહકો દ્વારા ભરપૂર પ્રેમ અને પ્રશંસા વરસાવવામાં આવી રહી છે. લોકો બન્નેને જોઈને ખુબ જ ખુશ છે અને આ જોડીના વખાણ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, પ્રીતિ ઝિંટાએ વર્ષ 2016માં અમેરિકન બિઝનેસમેન જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત અમેરિકા ટ્રિપ દરમિયાન થઈ હતી, જે મિત્રતાથી પ્રેમમાં બદલાઈ.
ત્યારબાદ 29 ફેબ્રુઆરી 2016ના રોજ લોસ એન્જલસમાં લગ્ન કર્યાં. 2021માં બંનેએ સરોગેસી દ્વારા એક પુત્ર જય અને પુત્રી જિયાને આવકાર્યા હતા.
કરિયરની વાત કરીએ તો પ્રીતિ હવે રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ લાહોર 1947 દ્વારા બોલિવૂડમાં ધમાકેદાર કમબેક કરવાની તૈયારીમાં છે, જ્યાં તે સન્ની દેઓલ સાથે સ્ક્રીન શૅર કરતી જોવા મળશે.
આઈપીએલ 2025 ની વાત કરીએ તો પ્રીતી ઝિંટાની પંજાબ કિંગ્સ 11 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે અને પ્લેઓફ માટે મહેનત કરી રહી છે. ટીમ આ વખતે થોડા સારા ફોર્મમાં જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
