ચંદ્રયાન 3ની પોસ્ટને લઈને પ્રકાશ રાજે આપી સફાઈ, કહ્યુ - મજાક સમજમાં નથી આવતી?...હવે તો મોટા થાવ
Prakash Raj On Chandrayaan-3: સાઉથની ફિલ્મોથી લઈને હિન્દી ફિલ્મો સુધી પોતાના દમદાર અભિનયથી લોકોને ખુશ કરનાર અભિનેતા પ્રકાશ રાજ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક્ટર પ્રકાશ રાજ 'ચંદ્રયાન-3' પર પોસ્ટ કરીને ચર્ચાનો વિષય બની ગયા છે.
ફિલ્મોમાં દમદાર અભિનયની સાથે પોતાના બિન્દાસ્ત નિવેદનો માટે પ્રખ્યાત પ્રકાશ રાજને સોશિયલ મીડિયા પર હાલમાં લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. જો કે હવે પ્રકાશ રાજે તે પોસ્ટને લઈને નવું નિવેદન આપ્યું છે.

અહેવાલ છે કે પ્રકાશ રાજે 20 ઓગસ્ટ 2023ની રાત્રે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેણે 'ચંદ્રયાન-3' અને વિક્રમ લેન્ડર પર એક કાર્ટૂન શેર કર્યું છે. આ ટ્વીટ બાદ લોકો પ્રકાશ રાજની આકરી ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. જો કે હવે પ્રકાશ રાજે આ ટ્વીટ અંગે સ્પષ્ટતા આપી છે.
પ્રકાશ રાજે એક નવા ટ્વીટમાં લખ્યું- નફરત માત્ર નફરતને જ જુએ છે.. હું આર્મસ્ટ્રોંગના સમયની એક મજાકનો ઉલ્લેખ કરી રહ્યો હતો.. હું અમારા કેરળના એક ચા વેચનારની ઉજવણી કરી રહ્યો હતો પરંતુ લોકોએ કયા ચા વાળાને જોયો ખબર નથી. જો તમને મજાક ન સમજાતી હોય એ તમારા પર નિર્ભર છે... હવે તો મોટા થાઓ.
પ્રકાશ રાજે પોતાના પહેલા ટ્વીટમાં કોઈનું નામ લીધું ન હતું, પરંતુ કાર્ટૂનમાં ચા વેચનારને જોઈને લોકો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડી રહ્યા હતા. આ સાથે 'ચંદ્રયાન-3'ની મજાક ઉડાવવામાં આવી રહી છે તે જોઈને તેને રાષ્ટ્રનું અપમાન પણ માનવામાં આવી રહ્યું છે. પ્રકાશ રાજની આ પોસ્ટ પર લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ પ્રકાશ રાજને દેશદ્રોહી પણ કહ્યા હતા.
Hate sees only Hate.. i was referring to a joke of #Armstrong times .. celebrating our kerala Chaiwala .. which Chaiwala did the TROLLS see ?? .. if you dont get a joke then the joke is on you .. GROW UP #justasking https://t.co/NFHkqJy532
— Prakash Raj (@prakashraaj) August 21, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
