સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, શું તેમને ઝેર આપાયું? તપાસ થશે
સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, શું તેમને ઝેર આપાયું? તપાસ થશે
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના મુંબઇ સ્થિત ફ્લેટ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી, તેમના આ પગલાંથી સૌકોઇ સ્તબ્ધ છે અને આ ઘટના પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. જેવી રીતે માત્ર 34 વર્ષની ઉંમરે યુવા અને શ્રેષ્ઠ કલાકાર સુશાંતે આત્મહત્યા કરી, તેના પર કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો. સુશાંતના મૃત્યુ બાદ તેમના ઘરવાળા બહુ દુખી છે અને તેમને પણ આ વાતનો વિશ્વાસ કરી શકવો બહુ મુશ્કેલ થઇ રહ્યો છે. સુશાંતના મૃત્યુ બાદથી તેના ઘરવાળા બહુ દુખી છે અને તેમના માટે પણ આ વાતનો વિશ્વાસ કરી શકવો મુશ્કેલ થઇ રહ્યું છે. સુશાંતના મામાએ આને ષડયંત્ર ગણાવતાં ન્યાયીક તપાસની માંગ કરી હતી. જ્યારે બિહારના વરિષ્ઠ નેતા પપ્પૂ યાદવે સુશાંતના પિતાની મુલાકાત બાદ દાવો કર્યો હતો કે તેઓ ઇચ્છે છે કે આ મામે સીબીઆઇ તપાસ થાય. આ દરમિયાન સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે.

પોસ્ટમોર્ટમમાં વાત સામે આવી
સુશાંતની આત્મહત્યા પર ઉઠી રહેલા સવાલો વચ્ચે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યાના કારણે થયું છે. મુંબઇના જુહૂ સ્થિત કપૂર હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ થયું. જેમાં સામે આવ્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે. જો કે સુશાંતના ઓર્ગન્સને જેજે હોસ્પટલે મોકલવામાં આવ્યા છે, જ્યાં સુશાંતને ઝેર તો આપવામાં નથી આવ્યું ને! તે દિશામાં તપાસ થશે. તમામ હિટ ફિલ્મોમાં કામ કરનાર સુશાંત સિંહના મોતના સમાચાર જેવા જ સામે આવ્યા, લોકોને લાગ્યું કે આ ફેક ન્યૂજ છે, પરંતુ જ્યારે પોલીસે મામલાની પુષ્ટિ કરી તો સૌકોઈ સ્તબ્ધ અને દુખી થઇ ગયા.

સૌકોઇએ દુખ વ્યક્ત કર્યું
સુશાંતના મોત બાદ પોલીસે આ વાતની જાણકારી આપતા કહ્યું હતું કે શરૂઆતમાં અમને આ આત્મહત્યા લાગે છે અને કોઇપણ સંદિગ્ધતા જવા નથી મળી રહી. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહ્યા છીએ. જો કે સુશાંત સિંહના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ નથી મળી. સુશાંતના નિધન બાદ બૉલીવુડની તમામ હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું, પીએમ મોદીથી લઇ રાહુલ ગાંધી સુધીના નેતાઓએ આ ઘટના પર પોતાનું દુખ વ્યક્ત કરી સુશાંતના પરિજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

સીબીઆઇ તપાસ થાય
જણાવી દઇએ કે બિહારની રાજધાની પટનામાં રહેતા સુશાંતના પિતા કેકે સિંહને જ્યારે સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા તો તેઓ આ દુખ સંભાળી નહોતા શક્યા અને બેભાન થઇ ગયા, હાલ તેમની હાલત સ્થિર છે. પટનામાં સુશાંતના પતાને મળવા પહોંચેલા સાંસદ પપ્પૂ યાદવે ટ્વીટ કરી સીબીઆઇ તપાસની માંગ કરી છે. પપ્પૂ યાદવે સુશાંત સિંહના મોતને હત્યા જણાવતા આમાં કોઇ મોટા ષડયંત્રની આશંકા જતાવી છે. તેમણે લખ્યું, બિહારના ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ના કરી શકે. તેમના મોતની સીબીઆઇ તપાસ થાય.

આજે અંતિમ સંસ્કાર થશે
પપ્પૂ યાદવે ટ્વીટમાં આગળ લખ્યું, પટનામાં સુશાંતના પિતાજીને તેમના નિવાસ સ્થાને મળ્યો, તેઓ સીબીઆઇ તપાસ ઇચ્છે છે, તેઓ કહે છે કે મૃત્યુની બે કલાક પહેલા તેમની વાત થઇ હતી. આત્મહત્યા જેવી કોઇ વાત જ નહોતી. જણાવી દઇએ કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં જ કરવામાં આશે. તેમના પિતા કેકે સિંહ સોમવારે સવારે 11 વાગ્યે ફ્લાઇટથી મુંબઇ માટે રવાના થશે.
આ પણ વાંચો-
- આજે થશે સુશાંત સિંહના અંતિમ સંસ્કાર, પટનાથી મુંબઈ પહોંચ્યો પરિવાર
- ટીવીના 'માનવ'થી સિલ્વર સ્ક્રીનના 'માહી' સુધી, સુશાંતનો રહ્યો 'શુદ્ધ દેસી રોમાંસ', વાંચો ફિલ્મી સફર
- Sushant Singh Rajput: બેકગ્રાઉન્ડ ડાંસરથી લઇ બૉલીવુડના ડેશિંગ હીરો સુધીની સફર
- 5 દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનું પણ 14મા માળેથી પટકાતાં મોત થયું હતું
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
