Pics : જૉલી પાસે લાગ્યો સોલો ફિલ્મોનો ઢગલો
મુંબઈ, 12 જુલાઈ : બૉલીવુડમાં અત્યાર સુધી મલ્ટી સ્ટારર ફિલ્મોમાં કામ કરતાં આવેલા અભિનેતા અરશદ વારસીને હવે સોલો ફિલ્મોની ઑફર મળતી થઈ છે. આનો શ્રેય તેઓ તેમની છેલ્લી ફિલ્મ જૉલી એલએલબીની સફળતાને આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે જૉલી એલએલબી બાદ તેમને સતત સોલો ફિલ્મોની ઑફર્સ જ મળી રહી છે. ઘણી બધી ફિલ્મોની પટકથાઓ વાંચ્યા બાદ તેમણે અડધો એક ડઝન ફિલ્મોની ઑફર્સ સ્વીકારી છે.
અરશદ વારસીએ આ ખુલાસો પોતાની નવી ફિલ્મ કૉલિંગ મિ જોએ બી કારવાલ્હોના સેટ ઉપર કર્યો. આ ફિલ્મમાં અરશદ વારસી લીડ રોલમાં છે. અરશદ વારસી અત્યાર સુધી અનેક સફળ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે, પરંતુ મોટાભાગની ફિલ્મો મલ્ટી સ્ટારર હતી. તે પછી સંજય દત્ત સાથેની મુન્નાભાઈ એમબીબીએસ હોય કે લગે રહો મુન્નાભાઈ કે પછી અજય દેવગણ સાથેની ગોલમાલ સિરીઝ હોય.
અરશદની છેલ્લી ફિલ્મ જૉલી એલએલબી સોલો ફિલ્મ હતી અને તે સફળ રહી હતી. અરશદે જણાવ્યું - જ્યારથી જૉલી એલએલબી સફળ થઈ છે, ત્યારથી હું અનેક સારી પટકથાઓ સાંભળી ચુક્યો છું. હું તેમની ચોક્કસ સંખ્યા પણ બતાવી શકું એમ નથી. તેમાંની પાંચ-છ ફિલ્મો માટે મેં હા કરી દીધી છે. અરશદ વારસી કહે છે - હું સોલો ફિલ્મો કરવાનો આદી નથી. મને એવી જ ફિલ્મોની ઑફર્સ આજકાલ મળી રહી છે. જો હું તેમને ઇનકાર કરું, તો ઘરે ફાલતૂ બેસવું પડશે. તેથી મારે ફિલ્મો તો કરવી જ પડશે.
નોંધનીય છે કે જૉલી એલએલબી કાનૂન-વ્યવસ્થા ઉપર કટાક્ષ કરતી ફિલ્મ હતી કે જેમાં અરશદે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અરશદ વારસી આગામી સમયમાં ગોલમાલ 4, ડેઢ ઇશ્કિયા તથા પીકે જેવી ફિલ્મોમાં દેખાશે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કૉલિંગ મિ. જોએ બી કારવાલ્હોના સેટ પર
અરશદ વારસીની આગામી ફિલ્મ કૉલિંગ મિ. જોએ બી કારવાલ્હો છે કે જેનું ગત બુધવારે શૂટિંગ શરૂ થયું છે. તેમની છેલ્લી ફિલ્મ જૉલી એલએલબી હતી.

સર્કિટ તરીકે લોકપ્રિય
અરશદે અત્યાર સુધી મલ્ટીસ્ટારર સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. મુન્નાભાઈ એમબીબીએસ તથા લગે રહો મુન્નાભાઈમાં સંજય દત્તના મિત્ર સર્કિટ તરીકે તેઓ ખૂબ જ લોકપ્રિય થયાં છે.

ગોલમાલમાં મહત્વનો રોલ
સફળ ફિલ્મ ગોલમાલની સિરીઝનો પણ અરશદ સતત ભાગ રહેતાં આવ્યાં છે. આ પણ એક મલ્ટીસ્ટારર સિરીઝ છે અને તેમાં અજય દેવગણ જ લીડ કરે છે. અરશદ ગોલમાલ 4માં પણ કામ કરી રહ્યાં છે.

જૉલી એલએલબી સફળ
અરશદ વારસીની મુખ્ય ભૂમિકા ધરાવતી જૉલી એલએલબી ફિલ્મ સફળ રહી છે અને તે પછી તો અરશદ પાસે સોલો ફિલ્મોનો ખડકલો થયો છે. જોકે અરશદ સહજ સ્વીકારે છે કે તેઓ સોલો ફિલ્મોના કાયલ નથી.

ડેઢ ઇશ્કિયામાં અરશદ
અરશદની આગામી ફિલ્મોમાં ડેઢ ઇશ્કિયાનો પણ સમાવેશ થાય છે. આ પણ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
