Happy Birthday : નશા ફ્લૉપ, પણ પૂનમનો નશો ઉતરે એવો નથી
મુંબઈ, 11 માર્ચ : બિકિની ગર્લ પૂનમ પાન્ડેનો આજે જન્મ દિવસ છે. તેઓ ત્રેવીસ વર્ષના થઈ ગયાં છે. પોતાની અશ્લીલતા અંગે સમયાંતરે ચર્ચામાં રહેતાં પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા ખરાબ રીતે ફ્લૉપ સાબિત થઈ છે, પરંતુ જ્યાં સુધી ફૅન્સ અને તેમની સંખ્યાની બાબત છે, તો પૂનમનો નશો તેમની ઉપરથી ઉતરી જાય તેવો નથી.
ઉત્તર પ્રદેશમાં મથુરા ખાતે 11મી માર્ચ, 1991ના રોજ જન્મેલા પૂનમ પાન્ડે મૉડેલ છે. એમ તો ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ સાઇટ્સ ઉપર પોતાની અશ્લીલ તસવીરોના કારણે પૂનમ પાન્ડે સતત ચર્ચામાં રહેતા રહ્યાં છે, પરંતુ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જ્યારે તેમણે ભારતીય ટીમની જીત પર ન્યુડ થવાની જાહેરાત કરી, ત્યારે તેઓ સૌથી વધુ ચર્ચામાં હતાં. જોકે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ અને પૂનમ પાન્ડે ફેરવી તોળ્યું.
પૂનમ પાન્ડેની અત્યાર સુધીની મૉડેલિંગ-એક્ટિંગ સફર ઉપર નજર નાંખીએ, તો એક વાત સ્પષ્ટ રીતે ઉપસી આવે છે કે પૂનમ પાન્ડેને ક્રિકેટ સાથે પ્રેમ તો છે, પણ કપડા સામે તેમનો તિરસ્કાર જગજાહેર છે. એટલે જ તો તેઓ સોશિયલ સાઇટ્સ પર સતત અશ્લીલ વાનગી પિરસતા રહે છે.
પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા ગત વર્ષે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સેક્સ અને અશ્લીલતાનો ભરપૂર ઉમેરો કરવામાં આવ્યો હતો. અમિત સક્સેનાએ પોતાની આ ફિલ્મમાં પૂનમના હુશ્ન તથા તેમની લોકપ્રિયતાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી. જોકે ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ નિવડી. આમ છતાં પૂનમની લોકપ્રિયતા અને તેમના ફૅન્સની સંખ્યા જોતા સ્પષ્ટ છે કે તેમનો નશો ક્યારેય ઉતરે એવો નથી.
ચાલો તસવીરો સાથે જાણીએ પૂનમ પાન્ડે વિશે વધુ વિગતો :

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડેનો આજે જન્મ દિવસ છે. પૂનમ પાન્ડે 23 વર્ષના થઈ ગયાં છે.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે સોશિયલ સાઇટ્સ પર સતત ચર્ચામાં રહે છે અને એટલે જ તેમને ટ્વિટર ક્વીન પણ કહેવાય છે.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે અશ્લીલતા ઉપરાંત પોતાના ક્રિકેટ પ્રેમ માટે પણ જાણીતા છે. 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જ્યારે તેમણે ભારતીય ટીમની જીત પર ન્યુડ થવાની જાહેરાત કરી, ત્યારે તેઓ સૌથી વધુ ચર્ચામાં હતાં. જોકે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ અને પૂનમ પાન્ડે ફેરવી તોળ્યું.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે સચિન તેંદુલકરની છેલ્લી મૅચ જોવા માટે પણ મેદાનમાં ગયા હતાં. તેમણે પોતાના હાથે સચિનનું ટૅટૂ પણ કોતરાવ્યુ હતું.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડેએ બૉલીવુડમાં નશા ફિલ્મ દ્વારા એન્ટ્રી કરી હતી. અમિત સક્સેનાની આ ફિલ્મ જોકે ફ્લૉપ રહી હતી.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
નશા ફ્લૉપ થયા છતાં તેમના ફૅન્સ ઉપર પૂનમ પાન્ડેનો નશો જળવાયેલો રહ્યો છે.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
તાજેતરમાં જ પૂનમ પાન્ડેએ ટ્વિટર વડે પોતાના ફૅન્સને માહિતી આપી હતી કે તેમની વેબસાઇટ હૅક કરી લેવાઈ છે અને આ કામ કોઇક પાકિસ્તાનીએ કર્યું છે. તેમની વેબસાઇટ વડે તેઓ પાકિસ્તાન ઝિંદાબાદના મૅસેજ આપી રહ્યાં છે.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
વેબસાઇટ હૅક થતાં પૂનમ પાન્ડે પોલીસના શરણે પહોંચી ગયાં છે. પૂનમ પાન્ડે મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશને પોતાના વકીલ પ્રશાંત માલી સાથે પહોંચ્યાં અને વેબસાઇટ હૅક થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે નશા ફ્લૉપ થતા ચર્ચામાંથી ફેંકાઈ ગયા હતાં. તેથી કહે છે કે વેબસાઇટ હૅક કરવા અંગેની વાત કહી તેઓ ચર્ચામાં રહેવા માંગે છે.

હૅપ્પી બર્થ ડે પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડે ટ્વિટર પર સતત અશ્લીલ વાનગીઓ પિરસતા રહે છે. ક્રિસમસ, હોળી કે નવરાત્રિ જેવા તહેવારોએ ટ્વિટર પર પૂનમ ખાસ એક્ટિવ રહેતા હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
