પૂનમ પર સચિન ફીવર, ટૅટૂ કોતરાવી વાનખેડે પહોંચ્યાં
મુંબઈ, 16 નવેમ્બર : પૂનમ પાન્ડેના ક્રિકેટ પ્રેમથી કોઈ અજાણ નથી. ક્રિકેટ પ્રેમના કારણે જ પૂનમ પાન્ડે ટ્વિટર ક્વીન બન્યાં અને પછી તેમને બૉલીવુડમાં પણ આવવાની તક મળી. હવે ફરી એક વાર પૂનમ પાન્ડેનો ક્રિકેટ પ્રેમ માથે ચઢી પોકારી રહ્યો છે કે જ્યારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની વિદાઈ થઈ રહી છે. સચિનની છેલ્લી મૅચ જોવા માટે સૌ કોઈ આતુર હતાં, તો પછી ક્રિકેટ ઘેલા પૂનમ કેમ ન હોય.
એટલે જ તો પૂનમ પાન્ડે ગઈકાલે સચિન તેંડુલકરને બૅટિંગ કરતા જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગયાં અને તે પણ સચિનના નામનું ટૅટૂ કોતરાવી. પૂનમ મૅચ જોવા જતા પહેલા હંમેશ મુજબ પોતાના ફૅન્સ માટે એક સરપ્રાઇઝ પણ પ્લાન કરીને ગયાં. પૂનમે ગઈકાલે જ પોતાના ટ્વિટર ઍકાઉંટ પર લખ્યું કે તેઓ વાનખેડે સ્ટેડિયમ જઈ રહ્યાં છે સચિનની છેલ્લી ટેસ્ટ મૅચ જોવા. પૂનમે ટ્વીટ કર્યું - શું આપ મને કાલે વાનખેડે સ્ટેડિયમમાં સચિનને સપોર્ટ કરવા જોવા માંગો છો? કાલે થનાર મ2ચ માટે એક સરપ્રાઇઝ પૅકેજ છે. શું આપ ગૅસ કરી શકો કે તે શું છે?
પૂનમ પાન્ડેના ફૅન્સ પણ બહુ ઉત્સુક હતા કે આખરે પૂનમ પાન્ડે આ વખતે પોતાના ક્રિકટ ઝનૂનના પગલે શું કરનાર છે? પહેલા તો તેઓ પોતાની ફૅવરિટ ટીમ વર્લ્ડ કપ જીતતા ન્યુડ ફોટોશૂટ કરાવી ચુક્યાં છે. હવે શું? પછી પૂનમે આજે મૅચ જોતી વખતની પોતાની કેટલીક તસવીરો ટ્વીટ કરી કે જેમાં તેઓ પોતાની બાહોમાં સચિનનું ટૅટૂ કોતરાવી રહ્યાં છે અને તેમણે ટૅગલાઇન લખી - સચિન ઑન માય આર્મ્સ એટલે કે સચિન મારી બાહો પર.
આવો જોઇએ પૂનમ@વાનખેડે સ્ટેડિયમની તસવીરો :

પૂનમનો સચિન પ્રેમ
દરેક ક્રિકેટ પ્રેમીની જેમ પૂનમ પાન્ડે પણ સચિનના ફૅન છે અને તેથી જ તેમણે પોતાની બાજુ ઉપર સચિનનું ટૅટૂ કોતરાવ્યું.

વાનખેડે તરફ પૂનમ
ટૅટૂ કોતરાવ્યા બાદ પૂનમ પાન્ડે સચિનની છેલ્લી ટેસ્ટ મૅચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ રવાના થઈ ગયાં.

પૂનમ@વાનખેડે
સચિનનું ટૅટૂ કોતરાવ્યા બાદ પૂનમ પાન્ડે પહોંચી ગયા વાનખેડે સ્ટેડિયમ સચિનને છેલ્લી વાર બૅટિંગ કરતા જોવા માટે.

ક્રિકેટે બનાવી ક્વીન
પૂનમ પાન્ડે પોતાના ક્રિકેટ પ્રેમ માટે જાણીતા છે. વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ માટે ન્યુડ થવાની જાહેરાત કરી પૂનમ ચર્ચામાં આવ્યા હતાં અને ક્રિકેટ પ્રેમે જ તેમને ટ્વિટર ક્વીન બનાવી છે.

બૉલીવુડમાં તક
ચર્ચિત થતા જ પૂનમ પાન્ડેને બૉલીવુડમાં પણ તક મળી. તેમની પ્રથમ ફિલ્મ નશા આ જ વર્ષે રિલીઝ થઈ હતી. જોકે ફિલ્મ ફ્લૉપ રહી, પણ પૂનમ પાન્ડે પોતાની હૉટનેસના પગલે હિટ જ રહ્યાં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
