પૂજા બનશે હઝારિકાના લિવ ઇન પ્રેમિકા કલ્પના!
મુંબઈ, 2 ઑક્ટોબર : નેવુના દાયકામાં સારી ફિલ્મો કરી પોતાની પ્રતિભાનો પરિચય આપનાર અભિનેત્રી પૂજા ભટ્ટે પોતાના પિતાની જેમ દિગ્દર્શનની કમાન સંભાળી લીધી હતી અને તેથી તેમણે અભિનયને અલવિદા કરી નાંખી હતી. પાપ અને જિસ્મ જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર પૂજા ભટ્ટ લગ્ન બાદ ખૂબ જ જાડા થઈ ગયાં છે. સામાન્ય રીતે પાર્ટીઓ અને ઇવેંટ્સથી દૂર રહેતાં પૂજા ભટ્ટ પુનઃ એક વાર સિલ્વર સ્ક્રીન ઉપર કમબૅક કરી શકે છે અને તે પણ જોરદાર કિરદાર વડે.

જાણવા મળે છે કે જાણીતા સંગીતકાર તથા આસામી ગાયક ભૂપેન હઝારિકાના જીવન પર આધારિત ફિલ્મમાં અભિનેત્રી અને નિર્માત્રી પૂજા ભટ્ટ ફિલ્મકાર કલ્પના લાજમીની ભૂમિકા ભજવી શકે છે. પૂજા ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યાં છે. ફિલ્મનું નામ હશે ધુમુહા ધ સ્ટૉર્મ કે જેનું દિગ્દર્શન કલ્પના લાજમી પોતે જ કરશે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખે છે મહેશ ભટ્ટ તથા કલ્પના લાજમી. કલ્પના અને ભૂપને હઝારિકા ચાલીસ વર્ષો સુધી વગર લગ્ને સાથે એક છત તળે રહ્યાં. બંનેના મજબૂત સંબંધની ઓળખ એ જ છે કે ભૂપેનના અંતિમ સમયે કલ્પના લાજમી તેમની સાથે હતાં અને છેલ્લા શ્વાસ સુધી તેમણે તેમને પોતાના પ્રેમ અને સમર્પણથી સંભાળ્યા. સામાન્યતઃ લોકો કલ્પના તથા ભૂપેનના સંબંધો અંગે તરેહ-તરેહની વાતો કરતાં રહ્યાં, પણ બંને જ લીજેન્ડ્ કલાકારોમાંથી એકેય ક્યારેય કશુંય કોઈને સમજાવવાની કોશિશ ન કરી.
મીડિયા સાથેની વાતચીતમાં પૂજા ભટ્ટે જણાવ્યું - કલ્પના લાજમીએ મને ફિલ્મમાં તેમની ભૂમિકા ભજવવાની ઑફર કરી. હું આ ઑફર પામી બહુ ખુશ ચું. જો હું આ ભૂમિકા કરું, તો મને પુનઃ કસરત કરી પોતાના શરીરને યોગ્ય આકારમાં લાવવું પડશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. ફિલ્મમાં ભૂપેન હઝારિકાના રોલ માટે અમારે યોગ્ય અભિનેતાની પસંદગી કરવામાં થોડોક સંઘર્ષ કરવો પડશે.
નોંધનીય છે કે ભૂપેન હઝારિકા એક કવિ, સંગીતકાર, ગાયક, અભિનેતા, પત્રકાર, લેખક અને ફિલ્મ નિર્માતા હતાં. તેઓ આસામ ફિલ્મોદ્યોગના અગ્રદૂતોમાંના એક હતાં અને પૂર્વોત્તર સંસ્કૃતિના બેતાજ બાદશાહ હતાં. હઝારિકાનું નિધન 2011માં થયુ હતું. તેઓ 85 વર્ષના હતાં. ભૂપેન હઝારિકા તેમજ કલ્પના લાજમી પરિણીત છે કે નહીં, આ બાબતની કોઈ અધિકૃત પુષ્ટિ ક્યારેય ન થઈ. એમ તો બંનેની વયમાં 28 વર્ષનો ફર્ક હતો. હઝારિકાએ પોતાની ફિલ્મ તથા ટેલીવિઝન કમ્પનીઓ, બૅંક ખાતા તેમજ અંગત કમ્પની ખાતા, રોકામ, રોકડ રકમ, સોના આભૂષણ તથા ભારત તથા દુનિયા ભરમાં ફેલાયેલી પોતાની સમ્પત્તિ લાજમીના નામે લખી આપી હતી. આ અંગે તેમના પુત્રે તેમના નિધન બાદ બહુ હોબાળો કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
