Pics: નવાબ સાથે ગુપચુપ લગ્ન બાદ સ્વિમિંગ પુલમાં હૉટ યોગા કરતી દેખાઈ પૂજા બત્રા
થોડા દિવસો પહેલા સુધી પૂર્વ મિસ ઈન્ડિયા અને બોલિવુડ અભિનેત્રી પૂજા બત્રા સમાચારોમાંથી લગભગ ગાયબ હતી પરંતુ નવાબ સાથે અફેર અને બાદમાં ગુપચુપ લગ્નએ તેને ફરીથી લાઈમલાઈટમાં લાવી દીધી છે.
થોડા દિવસો પહેલા સુધી પૂર્વ મિસ ઈન્ડિયા અને બોલિવુડ અભિનેત્રી પૂજા બત્રા સમાચારોમાંથી લગભગ ગાયબ હતી પરંતુ નવાબ સાથે અફેર અને બાદમાં ગુપચુપ લગ્નએ તેને ફરીથી લાઈમલાઈટમાં લાવી દીધી છે. ત્યારબાદથી પૂજા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટીવ થઈ ગઈ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પૂજાએ એક ફોટો પોસ્ટ કર્યો છે જે વાયરલ થઈ ગયો છે અને તેના ફેન્સ પ્રશંસા કરતા થાકતા નથી. ફોટોમાં તે સ્વિમિંગ પૂલની અંદર યોગ કરતી જોવા મળી રહી છે. પૂજાનો આ અંદાજ ફેન્સે ચોંકાવી રહ્યો છે. તે પૂજા બત્રાના આ અંદાજ અને સુંદરતાની પ્રશંસા કરતા થાકતા નથી.

પૂજાએ દિલ્લીમાં ગુપચુપ કરી લીધા લગ્ન
પૂજા બત્રાએ 4 જુલાઈના રોજ આર્ય સમાજના રીત રિવાજથી નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના લોકો શામેલ થયા હતા. 90ના દશકમાં બોલિવુડની લોકપ્રિય હિરોઈમાંથી એક રહેલી પૂજાએ નવાબ શાહ સાથે પોતાના રિલેશને લાંબા સમય સુધી છૂપાવીને રાખ્યા. પરંતુ જ્યારે નવાબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂજાનો ફોટો મૂક્યો તો બધાને સમજમાં આવી ગયુ કે બંને વચ્ચે કંઈક તો ચાલી રહ્યુ છે. ત્યારબાદ નવાબે પૂજા સાથે લગ્ન કરી લીધા અને પોતાના રિલેશન ઓફિશિયલ કરી દીધા.

‘અમે બંનેએ પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારના અનુભવ લીધા છે'
નવાબ શાહે કહ્યુ કે, ‘અમે આ રીતનો અનુભવ લેવા ઈચ્છતા હતા. અમે બંને જીવનના એક જ પડાવ પર હતા, અમે લોકો લગ્ન વિશે બહુ વિચારવા નહોતા ઈચ્છતા અને ના એમાં બહુ મોડુ કરવા ઈચ્છતા હતા. અમે બંનેએ પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારના અનુભવ કર્યા છે. જ્યારે હું પૂજાને પહેલી વાર મળ્યો હતો તો મે કોઈ સંબંધ વિશે નહોતુ વિચાર્યુ.' નવાબે જણાવ્યુ કે તે અને પૂજા એકબીજાને જાણતા હતા પરંતુ તે ફેબ્રુઆરીમાં એક કૉમન ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા. તે વખતે દિમાગમાં રિલેશનશિપ વિશે કોઈ ખ્યાલ નહોતો.

‘પોતાની પહેલી મુલાકાત બાદ જ હું પૂજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો'
નવાબે જણાવ્યુ કે, ‘ઉંમરના આ પડાવ પર તમે શૂન્ય રહો છો. કોઈ સાથી વિશે નથી વિચારી શકતા. પૂજા મારા જીવનમાં સૂરજનુ પહેલુ કિરણ બનીને આવી અને હું તેની સાથે મારુ આખુ જીવન વિતાવવા તૈયાર હતો.' નવાબે કહ્યુ કે, પોતાની પહેલી મુલાકાત બાદ જ હું પૂજા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પૂજા એક બહુ સારી છોકરી છે અને તે મારા માટે બહુ જરૂરી છે. અમે પોતાના સંબંધ વિશે કોઈ દુવિધામાં નહોતા. આવુ આજકાલ ઓછુ જોવા મળે છે. અમે બહુ સરસ રીતે મળ્યા અને પછી એક બાદ એક વસ્તુઓ અમારી સામે આવતી ગઈ.

પૂજાના આ બીજા લગ્ન છે
ફિલ્મ વિરાસતથી ઓળખ બનાવનાર અભિનેત્રી પૂજા બત્રાએ 2002માં ઑર્થોપેડિક સર્જન સોનૂ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. જો કે આ બંનેના લગ્ન સફળ થઈ શક્યા નહોતા અને બંને 2011માં અલગ થઈ ગયા હતા. પૂજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ, ‘હા, અમે લગ્ન કરી લીધા છે. અમે દિલ્લીમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારના લોકો જ શામેલ હતા.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
