Pics : પોલીસગિરી જામશે કે દિલ લૂંટી લેશે લુટેરા
મુંબઈ, 4 જુલાઈ : આ શુક્રવારે મોટા પડદે બે ફિલ્મો આવી રહી છે. એક બાજુ છે જેલ યાત્રા કરી રહેલાં બૉલીવુડ અભિનેતા સંજય દત્ત અભિનીત પોલીસગિરી, તો બીજી બાજુ છે પચાસના દાયકાની કહેવાતી કથા સાથેની લુટેરા. બંને ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રૂપેરી પડદે પોલીસગિરી જામશે કે પછી લુટેરા દિલ લુંટી લેશે.
રાહુલ અગ્રવાલ નિર્મિત પોલીસગિરી ફિલ્મમાં સંજય તત્ત સાથે પ્રાચી દેસાઈ અને પ્રકાશ રાજ છે. મુંબઇયા સ્ટાઇલની આ ફિલ્મના દિગ્દર્શક કે એસ રવિકુમાર છે કે જેઓ સંજય દત્તથી બહુ જ પ્રભાવિત છે. તેમણે દરેક પ્રમોશનલ ઇવેંટમાં વારંવાર જણાવ્યું છે કે સંજય દત્ત પોલીસગિરીના હીરો છે. જેલ જતા અગાઉ તેમની ઇચ્છા હતી કે તેમની આ ફિલ્મનો સો કરોડ ક્લબમાં સમાવેશ થાય. સંજય દત્ત જેલ ગયા બાદ તેમની પ્રથમ ફિલ્મ હશે કે જે રિલીઝ થઈ રહી છે.
દરમિયાન એકતા કપૂર નિર્મિત લુટેરા ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. સોનાક્ષી સિન્હા તથા રણવીર સિંહ અભિનીત લુટેરા ફિલ્મ અંગે એકતા કપૂર ખૂબ જ આશા સેવી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મુંબઇયા સ્ટાઇલ વર્સિસ પ્રણય-કથા
પોલીસગિરી એક મુંબઇયા સ્ટાઇલ ફિલ્મ છે, તો બીજી બાજુ લુટેરા ક્રાઇમ બેઝ્ડ પ્રણય-કથા છે. બંને ફિલ્મો આ શુક્રવારે એટલે કે 5મી જુલાઇએ રિલીઝ થઈ રહી છે.

સંજયની ઉણપ સાલી
પોલીસગિરી ફિલ્મમાં પ્રાચી દેસાઈ નાયિકા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન પ્રાચી સહિત સમગ્ર ટીમને સંજયની ઉણપ સાલી.

પ્રિયા-માન્યતા લાગણીશીલ
પોલીસગિરી ફિલ્મના પ્રમોશન તેમજ પ્રીમિયર દરમિયાન સંજયના બહેન પ્રિયા અને પત્ની માન્યતા લાગણીશીલ બની ગયાં. બંનેને વિશ્વાસ છે કે સંજયની આ ફિલ્મ સુપરહિટ રહેશે.

પચાસના દાયકાની પૃષ્ઠભૂમિ
લુટેરા અંગે કહેવાય છે કે તે પચાસના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે.

દેવ આનંદથી પ્રેરિત
લુટેરામાં સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મ અંગે કહેવાય છે કે તે દેવ આનંદથી પ્રેરિત છે.

પહેલી વાર સાથે
અનુષ્કા સાથે શરુઆત કરનાર રણવીર સિંહ અને સલમાન સાથે શરુઆત કરનાર સોનાક્ષી સિન્હા લુટેરામાં પ્રથમ વાર સાથે આવી રહ્યાં છે. બંનેની જોડી કરણ જૌહરને સેક્સી લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
