સલમાન, શાહરુખ વર્ષો પહેલા રિલીઝ ડેટની જાહેરાત કરી દે છે, તેમને કોઈ કશું કહેતા નથી
વિવેક ઓબેરોય સ્ટારર બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે બુધવારે આ બાયોપિક ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂક્યો છે.
વિવેક ઓબેરોય સ્ટારર બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે બુધવારે આ બાયોપિક ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ ફિલ્મ સામાન્ય ચૂંટણીઓ પછી રિલીઝ થશે. આ નિર્ણય પર ફિલ્મના નિર્માતા સંદીપ સિંહએ નારાજગી વ્યક્ત કરી છે જયારે ખાન્સ ફિલ્મ ફ્લોર પર આવતા પહેલા જ રિલીઝની ડેટની જાહેરાત કરી દે છે, ત્યારે કોઈ પ્રશ્ન ઉઠાવતું નથી.

નિર્માતાએ કહ્યું કે, ફિલ્મના ફ્લોર પર આવતા જ સલમાન, શાહરુખ અને આમિર રિલીઝ ડેટની જાહેરાત કરી દે છે.. ક્રિસમસ, દિવાળી, ઈદ , હોળી અથવા 15 ઑગસ્ટ.. પરંતુ તેમને કોઈ પ્રશ્ન પૂછતું નથી. તેઓ સ્ટાર્સ છે અને તેઓ તેમનો ફિલ્મનો વ્યવસાય પણ સારો કરવા માંગે છે. હું પણ મારી ફિલ્મ માટે નિર્માતા તરીકે આ કરવા માંગું છું. મારા મતે, એપ્રિલ 5 એ ફિલ્મ રીલીઝ માટેની સારી તારીખ હતી. લોકોએ સમજવું જોઈએ કે નિર્માતાએ આ પ્રોજેક્ટ પર પોતાના કરોડો દાવ પર લગાવ્યા છે.
આ પણ વાંચો: મુન્નાભાઈ MBBS પહેલા મને ઓફર થઇ હતી, પરંતુ હું બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતો
સંદીપ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમારી ફિલ્મને 5 એપ્રિલથી 11 એપ્રિલ કરવામાં આવી ત્યારથી જ મને નુકસાન થવાનું શરુ થઇ ગયું હતું. અમે મુંબઈ, દિલ્હી અને મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં કાનૂની લડાઈ જીત્યા પછી અમને રિલીઝની ડેટ મળી હતી.
સુપ્રીમ કોર્ટે ફિલ્મને મંજૂરી આપી હતી કે ચૂંટણી પંચની નોટિસ આવી. તે પણ, ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા. ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર પણ પ્રશ્નો કરી રહ્યા હતા. ફિલ્મ રિલીઝની પ્રિન્ટ્સ ભારતમાં અને ઓવરસીઝમાં તૈયાર હતી.
આ પણ વાંચો: બૉલીવુડ પર ભડક્યો વિવેક, કહ્યું- પીએમ સાથે સેલ્ફી લો છો પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા
નિર્માતાએ જણાવ્યું હતું કે ફિલ્મનું પ્રેસ શો અને સ્ક્રીનિંગ પણ કરાવવાનું હતું. પરંતુ તેને પણ આનન ફાનનમાં રદ કરવું પડ્યું. અમને વિશ્વાસ થતો ન હતો કે ફિલ્મને રોકવામાં આવી છે. પરંતુ હંમેશાંની જેમ અમે કાયદાનું પાલન કર્યું છે.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
