Pics : કેમ ફીકો છે આજે દિલીપ સાહેબનો જન્મ દિવસ ?
મુંબઈ, 11 ડિસેમ્બર : આજે બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો 90મો જન્મ દિવસ છે. સામાન્ય જીવનમાં યુસુફ ખાન તરીકે કહેવાતાં દિલીપ કુમારે બૉલીવુડમાં જે મુકામ હાસલ કર્યો છે તે અભિનય સમ્રાટની ઉપાધિ અપાવી ચુક્યો છે. એટલે જ તો દિલીપ સાહેબના અભિનયની નકલ અમિતાભથી માંડી શાહરુખ સુધી કરતાં આવ્યાં છે. દિલીપ કુમાર વગર નહોતી મુઘલ-એ-આઝમ બની શકી હોત અને ન સૌદાગર.
અભિનયના આ નાયાબ બાદશાહના ચાહકો કરોડોમાં છે. એટલે જ તો જેવું જ તેમણે ગત વર્ષે પોતાનું ટ્વિટર ઍકાઉંટ ખોલ્યું કે એક જ દિવસમાં તેમને ફૉલો કરનારાઓની સંખ્યા 80 હજાર થઈ ગઈ હતી. તેમની સાથે માત્ર 12 વરસની વયે પ્રેમ કરનાર પત્ની સાયરાબાનુ આજે તેમનો જન્મ દિવસ ખૂબ જ સાદગીપૂર્વક ઉજવી રહ્યાં છે, કારણ કે તેમના પતિ એવું ઇચ્છે છે.
આખરે દિલીપ સાહેબ એમ કેમ કરી રહ્યાં છે કે જ્યારે ગત વર્ષે તેમનો જન્મ દિવસ ખૂબ જ શાન સાથે અને ધૂમધામપૂર્વક રીતે ઉજવાયો હતો તથા એવું ઘણું બધું થયુ હતું કે જે કલ્પી શકવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે આ વખતે દિલીપ સાહેબે પોતાના અનેક સાથીઓ જેમ કે દારા સિંહ, રાજેશ ખન્ના,યશ ચોપરા અને બાળા સાહેબ ઠાકરેને ગુમાવી દીધાં છે.
આવો આપને બતાવીએ દિલીપ સાહેબના 89મા જન્મ દિવસની પાર્ટીની કેટલીક તસવીરો.

89મા જન્મ દિવસની યાદો
દિલીપ સાહેબના ગત જન્મ દિવસે સ્વર્ગસ્થ યશ ચોપરા પણ ઉપસ્થિત હતાં. દિલીપ સાહેબે જ્યારે કેક કાપી, ત્યારે તેઓ તેમની સાથે જ ઊભા હતાં.

89મા જન્મ દિવસની યાદો
દિલીપ સાહેબના 89મા જન્મ દિવસની પાર્ટીમાં સ્વર્ગસ્થ રાજેશ ખન્ના પણ હાજર હતાં.

89મા જન્મ દિવસની યાદો
દિલીપ કુમારના જન્મ દિવસની આ પાર્ટીમાં શાહરુખ ખાન પણ પહોંચ્યા હતાં અને જણાવ્યુ હતું કે હું મોટો ગાંડો હતો કે મેં દેવદાસની ભૂમિકા ભજવી.

89મા જન્મ દિવસની યાદો
દિલીપજીના ગત જન્મ દિવસે સલમાન ખાન પણ પહોંચ્યા હતાં.

89મા જન્મ દિવસની યાદો
આમિર ખાન પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

89મા જન્મ દિવસની યાદો
દિલીપ સાહેબના જલવાની જ કમાલ કહેવાય કે તેમની આ પાર્ટીમાં ત્રણે ખાનો ઉપસ્થિત રહ્યા હતાં.

89મા જન્મ દિવસની યાદો
શાહરુખ ખાને તો સાયરા આંટી અને પ્રિયંકા ચોપરા સાથે ઠુમકાં પણ લગાવ્યા હતાં. તે પણ પત્ની ગૌરી સામે.

89મા જન્મ દિવસની યાદો
દિલીપ કુમારના 89મા જન્મ દિવસે બિગ બી અમિતાભ બચ્ચને જ તેમનું ટ્વિટર ઍકાઉંટ ખોલાવડાયુ હતું.

89મા જન્મ દિવસની યાદો
વનઇન્ડિયા પણ દિલીપ સાહેબને તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
