Pics : બેડોળ બેબો... થી સુડોળ સોનાક્ષી સિન્હા...
અમદાવાદ, 19 માર્ચ : બૉલીવુડમાં કામ કરવું હોય, તો ફિટ બૉડી પ્રથમ શરત હોય છે. આ બાબતથી તો જ્યારે સામાન્ય માણસ પણ વાકેફ હોય, તો પછી ફિલ્મોમાં એન્ટ્રી કરનાર બૉલીવુડ સેલિબ્રિટીઓ કઈ રીતે ગાફેલ રહી શકે?
બૉલીવુડમાં હાલમાં જે ચર્ચિત અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે, તે તમામ પોતાના ફિટ, સ્લિમ અને આકર્ષક શરીર-સૌષ્ઠવના કારણે ચાલી રહ્યાં છે. તેમાં પણ કરીના કપૂર તો ઝીરો ફિગરના ઘેલાં છે અને તેના માટે જાણીતાં પણ છે, તો બીજી બાજુ સોનાક્ષી સિન્હા પણ લોકોની ટીકાનું કારણ બનતી પોતાની જાડી કાયાને સતત મૅનેજ કરવાનો પ્રયત્ન કરતાં રહે છે.
જોકે કરીનાથી સોનાક્ષી, કૅટરીનાથી સોનમ કપૂર અને અદનાન સામીથી અર્જુન કપૂર જેવા કલાકારો એવાં છે કે જેઓ બૉલીવુડમાં પ્રવેશ અગાઉ બેડોળ કાયા ધરાવતા હતાં, પરંતુ તેમણે પોતાના ફિલ્મી કૅરિયરને જાળવી રાખવા માટે બેડોળ કાયાને સુડોળ બનાવવા ખૂબ મહેનત કરી. નવા-નવા આવેલા આલિયા ભટ્ટ પણ આવી મહેનતમાંથી બાકાત નથી.
આવો આપણે તસવીરોમાં જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓની બેડોળથી સુડોળ કાયા તરફની સફર.

અધ્યયન સુમન
જાણીતા અભિનેતા શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન અત્યાર સુધી રાઝ સહિત ત્રણ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમની ગર્લફ્રેન્ડ કંગના રાણાવત છે. જોકે આવી સ્લિમ અને ફિટ બૉડી તેમની અગાઉ નહોતી. 110 કિલો વજન ઉતાર્યા બાદ તેમને આવી બૉડી પ્રાપ્ત થઈ છે.

અદનાન સામી
લિફ્ટ કરા દે... ફૅમ સિંગર અદનાન સામીને લોકો ભારે-ભરખમ દેહ સાથે આ ગીત ગાતાં ભૂલ્યાં નથી. પછી તો તેમની ઉપર વજન ઉતારવાની ધુન ચડી અને 2007માં એક જ વર્ષમાં તેમણે 130 કિલો વજન ઉતારી નાંખ્યું. અગાઉ આ પાકિસ્તાની ગાયકનું વજન 206 કિલો હતું.

આલિયા ભટ્ટ
સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં શનાયા તરીકે સૌના દિલ જીતી લેનાર આલિયા ભટ્ટે માત્ર ત્રણ જ માસમાં પોતાનું વજન 67 કિલોમાંથી 55 કિલો ઉતાર્યુ હતું.

અર્જુન કપૂર
અભિનેતા અર્જુન કપૂરે ઇશકઝાદે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ફિલ્મમાં જેવા તેઓ દેખાયાં, તેવા ફિલ્મ અગાઉ હતાં નહીં. અગાઉ તેમનું વજન 170 કિલો હતું. સોનમ કપૂરના પિતરાઈ ભાઈ અર્જુને સલમાન ખાનના માર્ગદર્શન હેઠળ પોતાનું વજન ઉતારી 68 કિલો કર્યું અને પછી ઇશકઝાદેમાં ચમક્યાં.

જૅકી ભાગનાની
રંગરેઝ ફિલ્મના અભિનેતા જૅકી ભાગનાનીનું વજન અભિનેતા બનતા અગાઉ 130 કિલો હતું. તેમણે એક્સરસાઇઝ અને સ્ટ્રિક્ટ ડાયેટ પ્લાન દ્વારા બે વરસમાં 80 કિલો સુધી વજન ઉતાર્યું.

કરીના કપૂર
પોતાના સાઇઝ ઝીરો ફિગરના કારણે ચર્ચિત રહેલાં બેબો એટલે કરીના કપૂર બૉલીવુડમાં પોતાના પ્રારંભિક તબક્કે જાડાં હતાં. તેમણે યોગ દ્વારા પોતાનું બેડોળ કાયાની સુડોળ કરી.

કૅટરીના કૈફ
જોકે ચિકની ચમેલી ગર્લ કૅટરીના કૈફ જોકે ફૅટ નહોતાં, પરંતુ ફિટ પણ નહોતાં. જુઓ તેમની પ્રથમ ફિલ્મ બૂમ અને આપ જ નક્કી કરો અગાઉના અને આજના કૅટરીના કૈફની ફિટનેસ વચ્ચેનો ફરક. કૅટની શરુઆતની ફિલ્મોમાં આજનું સિમેટ્રિયલ અને સેક્સી ફિગર નહોતું.

પરિણીતી ચોપરા
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન પરિણીતી ચોપરા અગાઉ આવાં સ્લિમ નહોતાં. બિઝનેસ ગ્રેજ્યુએટ પરિણીતી મનીષ શર્માની લૅડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ કરતાં અગાઉ ખૂબ જાડાં હતાં. જોકે ફિલ્મોમાં આવવા માટે તેમણે પોતાની બેડોળ કાયા સુડોળ કરી.

સિદ્ધાર્થ માલ્યા
સિદ્ધાર્થ માલ્યા જોકે બૉલીવુડ સેલિબ્રિટી નથી, પરંતુ અભિનેત્રી દીપિકા પાદુકોણે સાથેના અફૅરના કારણે તેઓ બૉલીવુડમાં ચર્ચિત રહ્યાં છે. તેઓ પણ અગાઉ બેડોળ કાયા ધરાવતા હતાં અને પછી તેમણે મહેનત કરી પોતાની કાયાને સુડોળ બનાવી.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા ફિલ્મોમાં પ્રવેશ કરતાં અગાઉ જાડા હતાં. તેમણે પોતાની પ્રથમ બ્લૉકબસ્ટર ફિલ્મ દબંગમાં એક ગામડાની રજ્જોનો રોલ કરવા માટે વજન ઉતાર્યો હતો, પરંતુ છતાં તેમનું વજન હજુ તેમના કૅરિયરમાં વિઘ્ન ઊભુ કરી શકે તેમ હતું. છી તેમણે બૉલીવુડમાં ટકી રહેવા માટે પોતાના વજનમાં 30 કિલોનો ઘટાડો કર્યો. તસવીરમાં બેડોળમાંથી સુડોળ બનેલા સોનાક્ષી સિન્હા જોઈ શકાય છે.

સોનમ કપૂર
બૉલીવુડના સ્ટાઇલ આઇકૉન સોનમ કપૂરનું વજન 90 કિલો કરતાં વધુ હતું, પરંતુ પોતાની પ્રથમ ફિલ્મ સાંવરિયામાં કામ કરતા અગાઉ તેમણે પોતાના વજનમાં 30 કિલોનો ઘટાડો કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
