..ને કરીનાએ બિપાશાને કહી દીધી 'બ્લેક કેટ'
બેંગ્લોર, 21 જૂનઃ બોલિવુડમાં ખાન વોર તો ઘણો જ ચર્ચિત છે, પરંતુ અવારનવાર અભિનેત્રીઓ વચ્ચે બોલાચાલીના સમાચારો આવતા રહે છે. બોલિવુડના તજજ્ઞોનું માનવું છે કે, બે સારી અભિનેત્રીઓ ક્યારેય સારી મિત્ર બની શકે નહીં. તેમના વચ્ચે પ્રતિયોગિતા ચાલતી રહે છે.
બોલિવુડમાં 'કેટ ફાઇટ' ત્યારે ચર્ચામાં આવી જ્યારે કરીના કપૂર અને બિપાશા બાસુ વચ્ચે ફિલ્મ 'અજનબી'ની શૂટિંગ વખતે બોલાચાલી થઇ હતી. માહિતી અનુસાર શૂટિંગ દરમિયાન બિપાશાએ કરીનાને પૂછ્યા વગર કેટલીક વસ્તુઓ લઇ લીધી હતી, જેનાથી નારાજ કરીનાએ બિપાશાને 'કાલી બિલ્લી' કહીને સંબોધી હતી.
ત્યારબાદ કરીનાએ જ્હોન અબ્રાહમ સાથે પણ લાંબા સમય સુધી વાત કરી નહોંતી. તસવીરોમાં જોઇએ કોની-કોની વચ્ચે થઇ છે અને મીડિયામાં ચર્ચાનો વિષય બની છે આ કેટ ફાઇટ.

અનુષ્કા- દીપિકા
અનુષ્કા અને દીપિકાની લડાઇ ત્યારે સામે આી જ્યારે અનુષ્કાએ કહ્યું કે હું કશ્યપ અને હિરાનીની પસંદ છું જ્યારે દીપિકા અયાન અને અન્ય ઘણા લોકોની.

કેટરીના-દીપિકા
આ બન્ને વચ્ચે ઝઘડાનું કારણ રણબીર કપૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે કોચોડિયાનમાં કેટરીનાને રિપ્લેસ કર્યા પછી બન્ને વચ્ચેનું અંતર વધી ગયું હતું.

બિપાશા-અમિષા
આ બન્ને વચ્ચે તણાવ ત્યારે વધી ગયો જ્યારે બન્નેએ એકબીજા પર ડ્રેસ કોપી કરવાનો આરોપ લગાવ્યો હતો.

કરીના -બિપાશા
કરીના અને બિપાશા વચ્ચે તેમની પહેલી ફિલ્મથી જ તણાવ પેદા થઇ ગયો હતો. એ સમયે બિપાશાએ પોતાની સિનિયર અભિનેત્રી કરીનાની કેટલીક વસ્તુઓ પૂછ્યા વગર લઇ લીધી હતી.

કંગના- પ્રિયંકા
ફેશન ફિલ્મની શૂટિંગ ખતમ થઇ ત્યાં સુધી બધુ બરાબર હતું, પરંતુ એક ઇન્ટરવ્યુમાં જ્યારે પ્રિયંકાએ કહ્યું કે આ ફિલ્મની તે લીડ અભિનેત્રી છે, તો કંગના અને પ્રિયંકા વચ્ચે તણાવ પેદા થઇ ગયો હતો.

સોનાક્ષી સિન્હા- કેટરિના કૈફ
એવું જણાવવામાં આવે છે કે, સોનાક્ષીએ કેટરિનાને ઘણી જાહેરાતોમાં રિપ્લેસ કરી દીધી હતી. જેને લઇને સોનાક્ષીએ કેટરિનાને મેસેજ કર્યો પરંતુ કેટરિનાએ સોનાક્ષીના મેસેજનો કોઇ જવાબ આપ્યો નહીં.

પ્રિયંકા- કરીના
આ બન્ને વચ્ચે લડાઇ ત્યારે શરૂ થઇ જ્યારે 'એતરાજ'માં પ્રિયંકા પોતાની પરફોર્મન્સને કરીના કરતા સારી ગણાવી.

એશ્વર્યા- રાણી
આ બન્ને વચ્ચે ત્યારે પ્રતિસ્પર્ધા થઇ જ્યારે રાણીએ એશ્વર્યાને ચલતે-ચલતે ફિલ્મમાં રિપ્લેસ કરી દીધી.

અમીષા- કરીના
અમીષાને જ્યારે રાકેશ રોશની ફિલ્મ 'કહોના પ્યાર હે'માં કરીનાના સ્થાને રિપ્લેસ કરવામાં આવી ત્યારે બન્ને વચ્ચે તણાવ પેદા થઇ ગયો હતો.

એશ્વર્યા-સોનમ
જણાવવામા આવે છે કે, એશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ સાથે ચાલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેનાથી નારાજ થઇને સોનમે એક એવોર્ડ ફંક્શનમાં એશ્વર્યાને આન્ટી કહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
