શાહરુખના ‘મન્નત’ને જન્નત બનાવે છે ગૌરી ખાન : એક નજર...
મુંબઈ, 9 સપ્ટેમ્બર : શાહરુખ ખાનનું ઘર ગૂગલમાં મોસ્ટ સર્ચ્ડ કી-વર્ડ્સ છે અને હોય પણ કેમ નહીં, તેઓ મુંબઈમાં સૌથી મહત્વના વિસ્તારમાં રહે છે.
હા જી, અમે વાત કરી રહ્યા છીએ બૉલીવુડના કિંગ ખાન ઉર્ફે બાદશાહ ઉર્ફે શાહરુખ ખાનના ઘર મન્નત વિશે. શાહરુખે ઘણી મહેનત કરી છે બૉલીવુડમાં અને એટલે જ આજે તેઓ મન્નત જેવા આલિશાન ઘરના માલિક છે. શાહરુખના આ મન્નતને જન્નત બનાવવામાં મહત્વનો ફાળો છે તેમના પત્ની ગૌરી ખાનનો. મન્નત નામની આ જન્નતમાં શાહરુખ ખાન-ગૌરી ખાન સાથે તેમના ત્રણ સુંદર સંતાનો આર્યન, સુહાના અને અબરામ પણ રહે છે.
શાહરુખ ખાનનો આ બંગલો બૅન્ડસ્ટૅન્ડ, બાંદ્રા ખાતે આવેલો છે. શાહરુખ ખાને સને 2001માં બાઈ ખુર્શીદ બાનુ સંજના ટ્રસ્ટ પાસેથી આ બંગલો ખરીદ્યો હતો અને પછી તેનું નામ મન્નત પાડ્યુ હતું. 2005માં શાહરુખે બૅન્ડસ્ટૅન્ડમાં પોતાના બંગલા પાછળ એક 6 માળની ઇમારત ઊભી કરી. શાહરુખ ખાન અને તેમનો પરિવાર મન્નતમાં જ રહે છે અને મન્નતની પાછળ આવેલા એરિયામાં આ 6 માળની ઇમારત બનાવાઈ છે. આ ઇમારતમાં લિવિંગ રૂમ, ગેસ્ટ રૂમ્સ, ઑફિસ, લાયબ્રેરી, જિમ, એંટરટેનમેંટ રૂમ અને બેસમેંટ કાર પાર્ક છે. શાહરુખ ખાન પાસે દરેક મોટી ગાડી છે અને દુનિયાની તમામ સવલતો છે.
ટેલીવિઝન જેવા નાના પડદાથી બૉલીવુડમાં ટોચે પહોંચેલા શાહરુખ ખાન પાસે રોલ્સ રૉયસ, ડ્રોફેડ કૂપ, લૅન્ડ ક્રૂઝર, બીએમબ્લ્ડ્યૂ 6 સિરીઝ, 7 સિરીઝ, ઑડી એ 6, મિત્સુબિશી પજેરો જેવી ગાડીઓ છે. શાહરુખ ખાનનો આ બંગલો લગભગ 2000 કરોડનો છે. બાદશાહની લક્ઝરીથી ભરપૂર વૅનિટી વેનની કિંમત પણ 5 કરોડ છે.
ચાલો શાહરુખના મન્નત પર નાંખીએ એક નજર અને જોઇએ કે કઈ રીતે તે જન્નત છે :

Pic 1
શાહરુખ ખાનના મહેલ જેવા બંગલા મન્નતના અગ્રભાગે સ્ટૅન્ડિંગ પોઝ આપતાં ગૌરી ખાન.

Pic 2
આ કિંગ ખાનનો ડ્રેસિંગ રૂમ છે કે એંટિક ડિઝાઇન્સ ધરાવે છે.

Pic 3
આ ડાઇનિંગ રૂમ છે કે જ્યાં શાહરુખ ખાન પોતાનું લક્ઝુરિયસ ભોજન જમે છે.

Pic 4
શાહરુખ ખાનના લિવિંગ રૂમના એક ભાગની આ તસવીર છે. શાહરુખે દરેક રૂમને યૂનિક ફીલ આપી છે.

Pic 5
લિવિંગ રૂમનો વધુ એક ભાગ કે જ્યાં આ પેંટિંગ કેન્દ્રબિંદુ બની રહી છે.

Pic 6
આ તસવીર બતાવે છે કે શાહરુખનો લિવિંગ રૂમ કેવો દેખાય છે.

Pic 7
કિંગ ખાનનું કૉફી ટેબલ પણ સો ડ્રૅમેટિક લાગે છે.

Pic 8
શાહરુખનો બંગલો મુંબઈના ખાસ જોવાલાયક સ્થળોમાં સામેલ છે.

Pic 9
શાહરુખ ખાન પાંચ બેડરૂમ અને વિશાળ લિવિંગ એરિયા ધરાવતા બંગલામાં પોતાની સુંદર પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે.

Pic 10
આ શાહરુખ ખાનના ઘરનો તે ભાગ છે કે જ્યાંથી તેઓ સામાન્ય રીતે પોતાના ફૅન્સને મળતા હોય છે.

આ પણ વાંચો
3d Poster Release : હૃતિક-કૅટની Hot Chemistry જ બનશે બૅંગ બૅંગની USP?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
