pics:અજય-શાહરુખ બન્યાં રોહિતના મહેમાન
મુંબઈ, 13 નવેમ્બર : ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના બહેન મહક શેટ્ટીની મૅરેજ સેરેમની તાજેતરમાં જ યોજાઈ ગઈ. ઝાકઝમાળ ધરાવતી આ લગ્નની પાર્ટીમાં બૉલીવુડની જાણીતી હસ્તીઓ પણ પહોંચી.
મહકના લગ્ન ડિઝાઇનર નવીન શેટ્ટી સાથે થયાં છે અને આ લગ્નમાં ભાગ લેવા રોહિતે બૉલીવુડનાં અનેક મહેમાનોને આમંત્રણ આપ્યુ હતું. આ સમારંભમાં આકર્ષણના કેન્દ્રમાં હતાં શાહરુખ ખાન અને અજય દેવગણ. જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર ફિલ્મોના કારણે થયેલી ચકમકના પગલે આ બંને કલાકારો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આ બંને કલાકારો મહકના લગ્નની પાર્ટીમાં હાજર રહ્યા હતાં.
આવો આપને તસવીરો વડે બતાવીએ કે કોણ-કોણ હાજર રહ્યું નવીન-મહક શેટ્ટીની મૅરેજ સેરેમનીમાં.

ઉમટ્યું બૉલીવુડ
ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના બહેન મહકના લગ્ન નવીન શેટ્ટી સાથે થયાં. આ પ્રસંગે અભિષેક બચ્ચન, તેમના પિતા બિગ બી અમિતાભ બચ્ચન, અબ્બાસ-મસ્તાન અને અભિનેતા અર્શદ વારસી હાજર રહ્યા હતાં.

માંગ ભરી પહોંચ્યા કરીના
સૈફ અલી ખાન સાથે પોતાના લગ્ન બાદ કરીના કપૂર કદાચ પહેલી વાર કોઈ લગ્નની પાર્ટીમાં પહોંચ્યા હતાં. તેઓની માંગ ભરેલી હતી. કરીના કપૂર ફિલ્મ દિગ્દર્શક અને પોતાના ખાસ મિત્ર કરણ જૌહર સાથે પહોંચ્યા, તો બિપાશા બાસુ અને ગીતા બસરાએ પણ સેરેમનીની શોભા વધારી.

સિંઘમના ખલનાયક
અજય દેવગણની ફિલ્મ સિંઘમમાં વિલનના પાત્રથી જાણીતાં થયેલ પ્રકાશ રાય તેમના પત્ની સાથે મહકના મૅરેજમાં પહોંચ્યા.

ગિફ્ટ સાથે સાજિદ
મહકના લગ્ન સમારંભમમાં સાજિદ ખાન ગિફ્ટ લાવવાનું ના ચુક્યાં.

જાન-સરદાર
છેલ્લા એક માસથી જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર ફિલ્મોને મુદ્દે બાથ ભીડતાં શાહરુખ ખાન અને અજય દેવગણ પણ રોહિત શેટ્ટીના મહેમાન બન્યાં. આ બંને એક્ટરો સમગ્ર સેરેમનીમાં આકર્ષણના કેન્દ્રમાં રહ્યાં.

સુભાષ ઘાઈ
જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈએ મહકના મૅરેજ સમારંભમાં ઉત્સાહભેર હાજરી આપી.

શેટ્ટી વિથ શેટ્ટીસ
રોહિત શેટ્ટીના બહેન મહક શેટ્ટીના લગ્ન નવીન શેટ્ટી સાથે થયાં છે. તેવામાં બૉલીવુડના જાણીતાં અભિનેતા સુનીલ શેટ્ટી કઈ રીતે ગેરહાજર રહી શકે. સુનીલ શેટ્ટીએ નવીન, મહક અને રોહિત સાથે તસવીર ખેંચાવી.

જીતુ-તુષાર હાજર
બૉલીવુડના જમ્પિંગ બૉય જિતેન્દ્ર પોતાના પુત્ર અને અભિનેતા તુષાર કપૂર સાથે રોહિતના મહેમાન બન્યાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
