બિગ બૉસમાં આવી ચૂકેલ આ અભિનેત્રીને લિવ-ઈન પાર્ટનર આપી રહ્યો છે એસિડ એટેકની ધમકી
મલયાલમ અને તમિલ અભિનેત્રી અંજલિ આમિરે ફેસબુક લાઈવમાં પોતાના લિવ-ઈન પાર્ટનર વિશે અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
મલયાલમ અને તમિલ અભિનેત્રી અંજલિ આમિરે ફેસબુક લાઈવમાં પોતાના લિવ-ઈન પાર્ટનર વિશે અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અંજલિ ટ્રાંસસેક્સ્યુઅલ મૉડલ છે. ફેસબુક લાઈવ દરમિયાન અંજલિએ જણાવ્યુ કે તે બે વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં છે. અંજલિ આમિરે ખુલાસો કર્યો છે તે તેનો બૉયફ્રેન્ડ તેને મારવા અને એસિડ એટેકની ધમકી આપી રહ્યો છે. અંજલિ આમિરે સુપરસ્ટાર મમૂટીની સુપરહિટ ફિલ્મ પ્રેનાભૂમાં પોતાના અભિનયથી લાખો દિલોની જીત્યા. તે મલયાલમના રિયાલિટી શો બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

ફેસબુક લાઈવમાં અંજલિ આમિરે બૉયફ્રેન્ડ પર લગાવ્યા આરોપ
ફેસબુક લાઈવમાં અંજલિ આમિરે બૉયફ્રેન્ડ પર આરોપ લગાવ્યો છે કે જ્યારથી તેણે બૉયફ્રેન્ડ સાથે સંબંધ ખતમ કરવાની વાત કહી ત્યારથી તેને એસિડ એટેક અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. અંજલિ આમિરે કહ્યુ કે તેને ખબર પડી છે કે તેનો બૉયફ્રેન્ડ તેને છેતરી રહ્યો છે તો તેણે સંબંધન ખતમ કરવાની વાત કહી ત્યારબાદથી તે મને સતત ધમકીઓ આપી રહ્યો છે. અંજલિએ દાવો કર્યો કે તેના સાથી પર તેના લગભગ ચાર લાખ રૂપિયા બાકી લેણા છે અને તે છેલ્લા દોઢ વર્ષથી બેરોજગાર છે. ત્યારથી તે પોતાની રોજિંદી જરૂરિયાતો માટે મારા પર નિર્ભર છે.

રડતા રડતા તેણે પોતાના લિવ ઈન પાર્ટનર પર લગાવ્યા ગંભીર આરોપ
વીડિયોમાં અંજલિ આમિર રડતી જોવા મળી રહી છે. રડતા રડતા તેણે પોતાના લિવ ઈન પાર્ટનર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેણે જણાવ્યુ કે તેનો પાર્ટનર એટલા માટે ધમકી આપી રહ્યો છે કારણકે તેનો બચાવ કરનાર કોઈ નથી. તેણે જણાવ્યુ કે જ્યારે તેની સહન કરવાની ક્ષમતા ખતમ થઈ ગઈ અને મનમાં સુસાઈડનો ખ્યાલ આવવા લાગ્યો એટલા માટે તે આ વાત સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવી રહી છે. અંજલિએ વર્ષ 2018માં બિગ બૉસ મલયાલનમાં ભાગ લઈ ચૂકી છે. આ ઉપરાંત તે તમિલ ફિલ્મ પેરાંબુમાં પોતાના શાનદાર અભિનયના કારણે લોકો વચ્ચે ખાસ્સી ઓળખ બનાવી ચૂકી છે. પેરાંબુમાં વિજયાલક્ષ્મીના ટ્રાન્સજેન્ડર રોલમાં જોવા મળી હતી.

અંજલિએ 20 વર્ષની ઉંમરમાં સેક્સ ચેન્જ સર્જરી કરાવી હતી
મૉડલથી અભિનેત્રી બનેલી અંજલિએ 20 વર્ષની ઉંમરમાં સેક્સ ચેન્જ સર્જરી કરાવી. અંજલિનો જન્મ કેરળના કોઝિકોડ શહેરમાં એક ઑર્થોડોક્સ મુસ્લિમ ફેમિલીમાં થયો. અંજલિના જન્મના થોડા સમય બાદ માનુ મોત થઈ ગયુ. બાદમાં પિતા પણ ન રહ્યા. અંજલિના જણાવ્યા અનુસાર તેણે હંમેશાથી ફેમિનાઈન (સ્ત્રીત્વ)નો અનુભવ થતો હતો અને તે છોકરી બનવા ઈચ્છતો હતો. મૉડલિંગના શરૂઆતના દિવસોમાં ઘણા બધા લોકો, ત્યાં સુધી કે મેનેજર પણ નહોતો જાણતો કે હું ટ્રાંસસેક્સ્યુઅલ છુ. જો કે બાદમાં માલુમ પડ્યુ તો મને ટીવી શોમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી. અંજલિનુ કહેવુ છે કે મલયાલમ બાદ તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાંથી પણ ઑફર છે. આ ઉપરાંત મને બોલિવુડમાંથી પણ સારા રોલ ઑફર થયા તો હું ત્યાં પણ કામ કરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
