Pathan : દુનિયામાં પઠાણનો ડંકો, જાણો 12 દિવસની વર્લ્ડ વાઈલ્ડ કમાણી
શાહરૂખ ખાનની પઠાણ બહુ જલ્દી 1000 કરોડનો આંકડો પાર કરશે. આ ફિલ્મ અત્યારસુધીમાં વર્લ્ડ વાઈલ્ડ 832 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.
નવી દિલ્હી : શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના 12 દિવસ બાદ પણ ફિલ્મ જોરદાર કલેક્શન કરી રહી છે. ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 429 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે તો ફિલ્મએ વર્લ્ડ વાઈલ્ડ 832 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પઠાણના હિન્દી વર્જને જ બીજા રવિવારે ભારતમાં 27 કરોડની કમાણી કરી છે. અત્યારસુધીમાં ફિલ્મના હિન્દી વર્ઝનથી 414 કરોડની કમાણી થઈ છે. આ સિવાય અન્ય ભારતીય ભાષાઓમાં ફિલ્મે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આંકડા અનુસાર ફિલ્મે વિશ્વભરમાં 832 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે વિદેશથી 319 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અને ક્રૂએ તાજેતરમાં મુંબઈમાં પ્રેસ મીટ યોજીને સાથે બોક્સ ઓફિસ પર તેના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરી હતી.
સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત પઠાણથી શાહરૂખ ખાને 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી છે. શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી આનંદ એલ રાયની ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી અને ફ્લોપ સાબિત થઈ હતી. હવે શાહરૂખ ખાને પઠાણની બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
