Pathaan ફિલ્મ માટે શાહરુખ ખાને વસૂલી આટલી મોટી રકમ, જૉન અબ્રાહમથી ઓછી છે દીપિકાની ફી
શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમે પઠાન ફિલ્મ માટે તગડી ફી વસૂલી છે. આવો જાણીએ કોને કેટલી રકમ મળી.
Pathaan Cast Fees: બૉલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન મોટા પડદે કમબેક કરવા જઈ રહ્યા છે. વર્ષ 2023માં તેની ત્રણ ફિલ્મો ધૂમ મચાવશે. જેમાં સૌથી પહેલા દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સાથેની પઠાન ફિલ્મ રિલીઝ થશે. ફેન્સ ખૂબ આતુરતાથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મનુ પહેલી ગીત બેશર્મ રંગ રિલીઝ થયુ. જેમાં દીપિકાના કપડાંના રંગને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. આવો જાણીએ આ ફિલ્મ માટે બધા કલાકારોએ કેટલી ફી વસૂલી છે.

શાહરુખ ખાને પઠાન માટે લીધા આટલા કરોડ
શાહરૂખ ખાન લગભગ 4 વર્ષ પછી ફિલ્મ 'પઠાન' ફિલ્મથી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મ માટે અભિનેતાએ પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખ્યુ છે. ફિલ્મના શાહરુખ ખાને ઘણી મહેનત કરી છે. સખત મહેનત માટે કિંગ ખાને બમણી ફી પણ લીધી છે. અન્ય કલાકારોની સરખામણીમાં શાહરૂખ ખાને સૌથી વધુ ફી વસૂલ કરી છે. અહેવાલો મુજબ અભિનેતાએ 'પઠાન' માટે 100 કરોડ રૂપિયા લીધા છે.

દીપિકા પાદુકોણે લીધી આટલી ફી
પઠાન ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જબરદસ્ત ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા મળશે. ફેન્સને આ જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મના પહેલા ગીત બેશરમ રંગમાં બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા માટે ચાહકો વધુ ઉત્સાહિત છે. અને રિપોર્ટ્સનુ માનીએ તો દીપિકા પાદુકોણે આ ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

જૉન અબ્રાહમની ફી દીપિકાથી વધુ
આ સિવાય જૉન અબ્રાહમ ફરી એકવાર પઠાણ ફિલ્મમાં પોતાના એક્શન અવતારથી ફેન્સનુ મનોરંજન કરશે. જૉન અબ્રાહમે દીપિકા કરતા પઠાણ માટે વધુ ફી લીધી છે. જી હા, અભિનેતાએ આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

સલમાન ખાને નથી લીધો એક પણ પૈસો
આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ લીડ રોલમાં જોવા મળશે. જો કે, હજુ સુધી એ જાણી શકાયુ નથી કે અભિનેત્રીએ આ ફિલ્મ માટે કેટલી ફી લીધી છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાને સ્પેશિયલ અપિયરન્સ આપ્યુ છે. જેની ચર્ચા જોરમાં છે. અહેવાલો મુજબ ભાઈજાને ફિલ્મમાં કેમિયો માટે એક પણ પૈસો લીધો નથી.

ક્યારે રિલીઝ થશે પઠાન?
તમને જણાવી દઈએ કે પઠાન ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ 250 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત ધૂમ મચી છે. હવે જોવાનુ એ રહેશે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ થશે કે નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
