Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યશરાજ બૅનરે તોડ્યું પરિણીતી ચોપરાનું સ્વપ્ન

મુંબઈ, 17 ડિસેમ્બર : પ્રિયંકા ચોપરાના બહેન પરિણીતી ચોપરાએ થોડીક જ ફિલ્મો વડે ઘણી પ્રસિદ્ધિ પામી લીધી છે. યશરાજના શોધ કહેવાતાં પરિણીતીએ બૉલીવુડમાં સશક્સ બૅનર હેઠળ પ્રવેશ કર્યો છે, તો સ્વાભાવિક છે કે તેમને તેની દરેક વાત માનવી પડશે. હવે તે વાત રડીને માનો કે હસતાં-હસતાં. પરંતુ જે સમાચાર મળે છે, તેનાથી તો એમ જ લાગે છે કે પરિણીતી ચોપરા હૃદયથી ખૂબ દુઃખી છે.

Parineeti Chopra

કારણ છે કે યશરાજ બૅનર સાથે કમિટમેંટ કરતાં તેઓ પોતાના ફેવરિટ સ્ટાર અક્ષય કુમાર સાથે કામ નથી કરી શકતાં. હકીકતમાં પરિણીતી ચોપરા અક્ષય સાથે કામ કરવાની હૃદયપૂર્વકની ઇચ્છા ધરાવતાં હતાં. સાઉથની એક ફિલ્મની રીમેક બની રહી છે. જેમાં અક્ષય કમાર છે અને આ ફિલ્મ વિપુલ શાહ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ પરિણીતીને ઑફર પણ કરાઈ હતી, પરંતુ યશરાજના નિયમો પ્રમાણે તેઓ બહાર કામ ન કરી શકે કે જ્યાં સુધી તેઓ યશરાજની ફિલ્મો કરે છે. બિચારા પરિણીતી ચોપરા હવે યશરાજ સાથે પંગો તો લઈ નથી શકતાં. તેથી તેમણે વિપુલ શાહને ‘ફિર કભી' કહી ઇનકાર કરી દીધો અને મનને મનાવી લીધું.

પરિણીતી ચોપરા હાલ યશરાજની બે ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. ઉપરાંત તેઓ ટેલીવિઝનની જાહેરોતામાં પણ તેઓ ખૂબ દેખાય છે. ખેર, આપણે તો પરિણીતીને એટલું જ કહી શકીએ કે નિરાશ ન થાઓ. હજુ ઘણી તક મળશે, કારણ કે હિન્દી ફિલ્મી દુનિયામાં હીરો જલ્દી વૃદ્ધ નથી થતાં. તેથી આપ કામ કરતાં રહો. આગળ આપને અક્ષય કુમાર સાથે કામ કરવાની જરૂર તક મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X