Pics/Video : પાણી વચ્ચે પાઓલીએ ગાયું ‘દસનિ શરાબ દી...’
મુંબઈ, 13 માર્ચ : ગુલામ અલીની ગઝલનું રિમિક્સ, પાઓલી ડૅમ અને આયટમ સૉંગ! વાહ! શું વાત છે? હા જી, આ યૂનિક આઇડિયા સતીશ કૌશિકનો છે. નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા સતીશ કૌશિકે પોતે દિગ્દર્શિત ઘોસ્ટ કૉમેડી ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં ગુલામ અલીની પોતાની મનપસંદ જાણીતી ગઝલ દસનિ શરાબ દી...ને રિમિક્સ રૂપ તરીકે સામેલ કરી છે.
રસપ્રદ બાબત તો એ છે કે આ રિમિક્સને પોતે ગુલામ અલીના પુત્ર આમિર અલીએ પોતાનો અવાજ આપ્યો છે. તેનાથી વધુ રસપ્રદ છે આ ગીતનું ફિલ્માંકન. આ ગીત બંગાળી ફિલ્મોના હૉટ અભિનેત્રી પાઓલી ડૅમ ઉપર આયટમ સૉંગ તરીકે ફિલ્માવવામાં આવ્યું છે. આ એ જ પાઓલી ડૅમ છે કે જેમણે બે વર્ષ અગાઉ ભરઉનાળે પોતાની પ્રથમ ફિલ્મ હેટ સ્ટોરીમાં એક મહિલા પત્રકાર કાવ્યાની ભૂમિકા ભજવી હતી કે જે પોતાના ઉદ્યોગપતિ પ્રેમની કૉન્ટ્રૅક્ટ અપાવવા માટે એક અધિકારીની પથારી ગરમ કરે છે.
નોંધનીય છે કે ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મમાં અનુપમ ખેર, માહી ગિલ અને મીરા ચોપરા લીડ રોલમાં છે. આ ફિલ્મ બંગાળી ફિલ્મ ભૂતેર ભબિષ્યતની હિન્દી રીમેક છે. નિર્માતા રતન જૈને 2012માં આવેલી આ બંગાળી ફિલ્મના રાઇટ્સ હિન્દી રીમેક બનાવવા માટે ખરીદ્યાં છે. અનુપમ ખેર આ ફિલ્મ અંગે અગાઉ કહી જ ચુક્યા છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ ડિફરેંટ પ્રકારની છે.
ચાલો તસવીરોમાં જોઇએ પાણી વચ્ચે પાઓલીનું આયટમ સૉંગ અને માણીએ વીડિયો પણ :

ગરમાગરમ આયટમ સૉંગ
હેટ સ્ટોરીમાં ગરમાગરમ દૃશ્યો આપનાર પાઓલી ડૅમનું ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મનું દસનિ શરાબ દી... આયટમ સૉંગ પણ ગરમાગરમ છે.

પાણી વચ્ચે પાઓલી
આ આયટમ સૉંગમાં સાડી પહેરેલા પાઓલી ડૅમ શૉવરના પાણીમાં પલળીને આ ગીતને વધુ ઉત્તેજક બનાવી રહ્યાં છે.

પ્રથમ આયટમ સૉંગ
મહત્વની બાબત એ છે કે પાઓલી ડૅમનું આ પ્રથમ આયટમ સૉંગ છે.

મજા પડી
પાઓલી ડૅમ કહે છે - મને આ ગીતનું શૂટિં કરતા મજા પડી. મને વિશ્વાસ છે કે મારા ફૅન્સ મારા આ પ્રથમ આયટમ સૉંગને પસંદ કરશે.

ગુલામ અલીની ગઝલ
દસનિ શરાબ દી... ગીત જાણીતા ગઝલકાર ગુલામ અલીની ગઝલનું રિમિક્સ છે.

આમિર અલીનો અવાજ
પિતા ગુલામ અલીની ગઝલના રિમિક્સ દસનિ શરાબ દી... ને પુત્ર આમિર અલીએ અવાજ આપ્યો છે.
લ્યો માણી લો ગીત
લ્યો સ્લાઇડ ઉપર ક્લિક કરી માણી લો ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મનું દસનિ શરાબ દી... ગીત.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
