Pics : ડાબે ટ્વિંકલ-જમણે સોના : અક્ષય ઉપડ્યાં દુબઈ!
મુંબઈ, 13 ઑગસ્ટ : બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર દુબઈ ઉપડી ગયાં છે. પોતાની આવનાર ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાના પ્રમોશન માટે અક્ષય કુમાર દુબઈ રવાનાં થયાં છે. તેમની સાથે તેમના રીયલ લાઇફ પત્ની ટ્વિંકલ ખન્ના હતાં, તો સ્ક્રીન શૅર કરનાર સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન પણ હતાં.
એકતા કપૂર નિર્મિત ઓયૂટીએમઆઈડી ફિલ્મ આગામી ગુરુવાર 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની આખી ટીમ પ્રમોશનમાં જોતરાયેલી છે. વિવિધ ટેલીવિઝન શો અને સીરિયલો ઉપરાંત તાજેતરમાં જ અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા અને એકતા કપૂરે અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજાની દરગાહે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાની સફળતા માટે દુઆ કરી.
હવે અક્ષય કુમાર પોતાના પત્ની ટ્વિંકલ ખન્ના તેમજ ફિલ્મના અન્ય કલાકારો સોનાક્ષી સિન્હા તથા ઇમરાન ખાન સાથે દુબઈ ઉપડી ગયાં છે. જુઓ તસવીરો :

ટ્વિંકલ સાથે અક્ષય ઉપડ્યાં દુબઈ
અક્ષય કુમાર પોતાના પત્ની ટ્વિંકલ ખન્ના સાથે દુબઈ રવાના થયાં છે. તેઓ પોતાની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાનું પ્રમોશન કરવાં દુબઈ ગયાં છે.

ડાબે ટ્વિંકલ, તો જમણે સોના
અક્ષય કુમાર સાથે તેમના રીયલ લાઇફ પત્ની ટ્વિંકલ ખન્ના દુબઈ ગયાં છે, તો રીલ કો-સ્ટાર સોનાક્ષી સિન્હા પણ ફિલ્મના પ્રમોશન માટે દુબઈ ગયાં છે.

ઇમરાન ખાન
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે અને તેના પ્રમોશન અર્થે ઇમરાન ખાન પણ ટીમ સાથે દુબઈ રવાના થયાં છે.

અજમેર શરીફ ખાતે દુઆ
આ અગાઉ એકતા કપૂર તથા અક્ષય કુમાર તેમજ સોનાક્ષી સિન્હાએ રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહે જઈ ફિલ્મની સફળતા માટે દુઆ કરી હતી.

અકબર મહેરબાન, તો અસલમ પહેલવાન
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હા ઉપર તૈયબ અલી... ગીત ફિલ્માવાયું છે. આ ગીતને લઈને ઇમરાન બહુ રોમાંચિત છે. ઇમરાનનું રોમાંચિત થવું સ્વાભાવિક છે, કારણ કે આ ગીત 1977માં આવેલી અમર અકબર એન્થૉની ફિલ્મનું છે કે જે ઋષિ કપૂર ઉપર શૂટ કરાયુ હતું કે જેઓ અકબરના રોલમાં હતાં. હવે અકબર પોતે ઇમરાનના વખાણ કરે, તો ઇમરાન તો ખુશ થાય જ ને!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
