Oscars 2023: અમેરિકા માટે રવાના થઈ દીપિકા પાદુકોણ, જુઓ Video, જાણો ક્યારે અને કેવી રીતે જોશો ઑસ્કર અવૉર્ડસ
ઑસ્કર અવૉર્ડસમાં દીપિકા પાદુકોણ પ્રેઝન્ટરની ભૂમિકામાં જોવા મળશે. એવામાં હવે દીપિકા પાદુકોણ હવે મુંબઈથી અમેરિકા માટે રવાના થઈ ગઈ છે.

Deepika Padukone In Oscars 2023: ઑસ્કર અવૉર્ડસની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. આગામી 13 માર્ચ, 2023ના રોજ આ એકેડમી અવૉર્ડસ આયોજિત થવાના છે. આ વખતના ઑસ્કર અવૉર્ડ ફંક્શન ભારત માટે ખાસ છે. માહિતી મુજબ ઑસ્કર અવૉર્ડસમાં દીપિકા પાદુકોણ પ્રેઝન્ટરની ભૂમિકામાં જોવા મળશે. એવામાં હવે દીપિકા પાદુકોણ હવે મુંબઈથી અમેરિકા માટે રવાના થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર તેને પાપારાજીએ સ્પૉટ કરી છે.

અમેરિકા માટે રવાના થઈ દીપિકા
મુંબઈ એરપોર્ટ પર દીપિકા પાદુકોણને જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. દીપિકા પાદુકોણને ઑસ્કાર અવોર્ડ 2023માં જોવા માટે લોકો ઉત્સાહિત દેખાય છે. તમને જણાવી દઈએ કે દક્ષિણના પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લૉકબસ્ટર ફિલ્મ 'RRR' પણ ઑસ્કાર 2023ની રેસમાં સામેલ છે.
અવૉર્ડ ફંક્શનમાં જોવા મળશે દીપિકા પાદુકોણ
આ અવોર્ડ શોમાં પ્રેઝન્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ લૉસ એન્જલસ જવા રવાના થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે લૂઝ ફિટિંગ બ્લુ ડેનિમ અને બ્લેક શર્ટ પહેર્યો હતો.

દીપિકાને સી ઑફ કરવા આવ્યા પતિ રણવીર
પત્ની દીપિકાને એરપોર્ટ પર વિદાય આપવા પતિ રણવીર સિંહ પોતે આવ્યો હતો. જોકે રણવીર સિંહ કારમાંથી બહાર નીકળ્યો નહોતો. પરંતુ પાપારાઝીએ તેને કારમાં જોયો. દીપિકા પાદુકોણે એરપોર્ટ પર પાપારાઝી માટે હસતાં હસતાં પોઝ આપ્યો હતો.

RRR પણ નૉમિનેશનમાં સામેલ
બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વખતે ઑસ્કાર સમારોહની પ્રેઝન્ટર છે. જ્યારે 'નાટુ નાટુ' ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ ઑસ્કાર સમારોહના મંચ પર લાઈવ પરફોર્મ કરશે. ફિલ્મ 'RRR'ના 'નાટુ નાટુ' ગીતને ઑસ્કારની 'બેસ્ટ ઓરિજિનલ સોંગ' કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ફિલ્મ 'છેલ્લો શો' ઉપરાંત, ભારતની બે ડોક્યુમેન્ટ્રી - 'ઑલ ધેટ બ્રીથ્સ' અને 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ' પણ નોમિનેટ છે.

ક્યાં અને કેવી રીતે જોશો ઑસ્કર 2023
અમેરિકાના સમય અનુસાર, ઑસ્કાર એવોર્ડ સમારોહનુ પ્રસારણ 12 માર્ચ 2023ના રોજ રાત્રે 8 વાગે કરવામાં આવશે. પરંતુ ભારતના સમય અનુસાર, આ શો 13 માર્ચ 2023ના રોજ સવારે 5 વાગે જોઈ શકાશે. ઑસ્કર રેડ કાર્પેટ પ્રેસ શો યુએસમાં સાંજે 6.30 વાગે શરૂ થશે, જે ભારતમાં 13 માર્ચે સવારે 4.30 વાગ્યે ઉપલબ્ધ થશે. દર્શકો Oscars.org તેમજ YouTube, TV અને OTT પ્લેટફોર્મ Disney Plus Hotstar પર ઑસ્કાર સરળતાથી જોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
