હિંમત હોય તો 10 મિનિટ માટે પ્રિયંકા ચોપડા જેવો ડ્રેસ પહેરીને બતાવોઃ હિના ખાન
પ્રિયંકા ચોપડાને હાલમાં જ તેના ડ્રેસ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે અભિનેત્રી હિના ખાન, પ્રિયંકાના ડ્રેસ માટે તેના સમર્થનમાં આવી છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપડાને હાલમાં જ તેના ડ્રેસ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. આ ડ્રેસ તેણે ગ્રેમી અવોર્ડ્સ 2020માં પહેર્યો હતો. હવે અભિનેત્રી હિના ખાન, પ્રિયંકાના ડ્રેસ માટે તેના સમર્થનમાં આવી છે. હિનાએ કહ્યુ, મને સમજાતુ નથી કે જો કોઈ વ્યક્તિને પોતાના કપડા સહજ લાગતા હોય તો તમે તેના ટિપ્પણી કરનારા કોણ છો?

‘શું આટલી સહજતાથી આવુ ગાઉન પહેરી શકો છો'
ઝૂમ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં હિનાએ ટ્રોલર્સને ચેલેન્જ આપી કે તે 10 મિનિટ સુધી આટલી સહજતાથી આવુ ગાઉન પહેરી શકે છે? હિનાએ કહ્યુ કે આટલી સહજતાથી ગાઉન પહેરવુ એટલુ સરળ નથી. આ રીતના કપડા પહેરવા માટે તમારામાં હિંમત હોવી જોઈએ. લોકો દરેક પ્રકારની વાતો કહી શકે છે પરંતુ પ્રિયંકા ધ્યાન જ નથી આપતી.

પ્રિયંકા ચોપડાની માએ પણ કર્યો હતો બચાવ
આ પહેલા પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડાએ પણ તેને ટ્રોલ કરવા પર તેનો બચાવ કર્યો હતો. તેમણે મીડિયાને સંબોધિત કરીને કહ્યુ હતુ, ‘તે (પ્રિયંકા) પોતાની શરતો પર જીવન ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી તે કોઈને નુકશાન ન પહોંચાડતી હોય કે તેને ઈજા ન થઈ રહી હોય, એ તેનુ શરીર છે, તે એ કરી શકે છે, જે તે કરવા ઈચ્છે છે.'

ફિલ્મ 'હેક્ડ'માં દેખાશે હિના ખાન
વર્કફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન વિક્રમ ભટ્ટની થ્રિલર ફિલ્મ ‘હેક્ડ'માં દેખાશે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. વળી, પ્રિયંકા છેલ્લી વાર શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક'માં દેખાઈ હતી. આ ફિલ્મમાં તેના સિવાય ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં હતા. તેણે પોતાના આગલી ફિલ્મની ઘોષણા હાલમાં કરી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
