તુનિષા આત્મહત્યા કેસમાં વધુ એક ખુલાસો, જાણો કોણ હતી શીઝાન ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ?
તુનિષાની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપનો સામનો કરી રહેલા શીઝાન ખાનને વધુ એક ગર્લફ્રેન્ડ હોવાનો ખુલાશો થયો છે.
મુંબઈ : ટીવી અભિનેત્રી તુનિષાન શર્માની આત્મહત્યાનો કેસ સતત ઉલઝી રહ્યો છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે તપાસમાં એક મોટી વાત સામે આવી છે. વાલિવ પોલીસે તુનિષા શર્માના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનને લઈને મોટો ખુલાસો કરતા જણાવ્યુ કે શીઝાન ખાનને તુનિષા શર્મા સિવાય પણ એક ગર્લફ્રેન્ડ હતી. તેની આ ગર્લફ્રેન્ડ મુંબઈની છે અને પોલીસ જરૂર પડશે તો તેને તપાસ માટે બોલાવી શકે છે. અહીં પોલીસે એક મોટો ખુલાસો કરતા એ પણ જણાવ્યુ કે, શીઝાન ખાને તુનિષા સાથેની તમામ ચેટ ડિલિટ કરી દીધી હતી.

આ કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ શીઝાન ખાનની વોટ્સએચ ચેટની એક્સેસ માંગી શકે છે. શીઝાન ખાને તુનિષા સાથેની વાતચીતને મોબાઈલમાંથી હટાવી દીધી હતી. જો કે પોલીસને જરૂર પડશે તો ચેટ હિસ્ટ્રીમાંથી રિકવર કરી શકે છે. આ સિવાય પોલીસ હજુ શીઝાનના રિમાન્ડ વધારવા માંગે છે.
વાલીવ પોલીસે શીઝાન ખાનની સાત કલાકથી વધુ પુછપરછ કરી હતી અને તેને કેમેરામાં રેકોર્ડ કરાઈ હતી. હજુ પોલીસ તુનિષાની આત્મહત્યા પહેલા બન્ને વચ્ચે શું વાતચીત થઈ તે જાણવા માંગે છે. અહીં પોલીસે શીઝાન ખાન નિવેદન બદલી રહ્યો હોવાની પણ વાત કરી રહી છે. હાલમાં શીઝાન ખાને જણાવ્યુ છે કે તેને કરિયરને લઈને તુનિષા સાથે બ્રેકઅપ કર્યુ હતુ. આ પહેલા તેને કહ્યું હતું કે, ઉમરમાં ફેરફાર અને ધાર્મિકે મતભેદના કારણે બન્ને અલગ થયા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, તુનિષા શર્માએ શનિવારે શોના સેટ પર જ ડ્રેસિંગ રૂમમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના સાથી એક્ટર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
