સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો, પોલીસે આ મામલે FIR નોંધી
સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો, પોલીસે આ મામલે FIR નોંધી
નવી દિલ્હીઃ બૉલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. કેમ કે એક જૂના મામલામાં સલમાન ખાન વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆપમાં સલમાન ખાન પર સાર્વજનિક સંપત્તિને ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે. જેની ફરિયાદ આજથી લગભગ 2 વર્ષ બાદ કરવામાં આવી હતી. પરંતુ હવે કોર્ટની દખલ બાદ પોલીસે કેસ નોંધી લીધો છે.

બે વર્ષ પહેલા થઈ હતી ફરિયાદ
જણાવી દઈએ કે 4 ડિસેમ્બર 2017ની ફરિયાદમાં મિંટો બ્રિજ પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવવાનો આરોપ લાગ્યો હતો. આ ફરિયાદ એક એનજીઓ તરફથી કરવામાં આવી હતી પરંતુ પોલીસે મામલાને દબાવી રાખ્યો હતો. જે બાદ એનજીઓના ડિરેક્ટરે એડિશનલ ચીફ મેટ્રોલપોલિટન મેજિસ્ટ્રેટ ચેતના સિંહ સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો અને દલીલ કરી કે પોલીસે એફઆઈઆરમાં માત્ર સલમાન ખાનના લાઈવ પરફોર્મન્સનો ઉલ્લેખ કર્યો, અન્ય પ્રમુખ લોકોના નામ તેમાં સામેલ નથી.

મિંટો બ્રિજ પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લગાવવાનો આરોપ
જે બાદ અદાલતે આના પર સંબંધિત પોલીસ સ્ટેશનના એસપીને નોટિસ મોકલી અને મામલાની આગામી સુનાવણીમાં રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો. જે બાદ એનજીઓના ડિરેક્ટરે 4 ડિસેમ્બર 2017ના રોજ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં તેમણે મિંટો બ્રિજ પર ગેરકાયદેસર રીતે હોર્ડિંગ લાગ્યા હોવાના આરોપ લગાવ્યો અને આવી રીતે સાર્વજનિક સંપત્તિને ગંદી કરવાના આરોપમાં કથિત આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી.

એક વર્ષની જેલ અથવા 50 હજારનો દંડ થઈ શકે
સક્સેનાની અપીલ પહેલીવાર નકારી કઢાઈ હતી પરંતુ બીજીવાર વિચાર કરવામાં આવ્યો. જે બાદ પોલીસે હવે સાર્વજનિક સંપત્તિને ગંદી થતાં બચાવવા માટે બનેલ કાનૂન (ડીપીડીપી) એક્ટ, 2007ની જોગવાઈ અંતર્ગત આ કેસ નોંધવામાં આવ્યો છે. જે કલમ અંતર્ગત આ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં એક વર્ષની જેલ અથવા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
