Review : રીયલ કપલનું રીલ ટેસ્ટ એટલે વન બાય ટૂ!
ફિલ્મ : વન બાય ટૂ
નિર્માતા : અમિત કપૂર, અભય દેઓલ, સંજય કપૂર
દિગ્દર્શક : દેવિકા ભગત
કલાકારો : અભય દેઓલ, પ્રીતિ દેસાઈ
સંગીત : શંકર અહેસાન લૉય
સ્ટાર : 2
અભય દેઓલના ફૅન્સ માટે ગઈકાલે રિલીઝ થયેલી વન બાય ટૂ ફિલ્મ એક શૉકિંગ એક્સપીરિયંસ હોઈ શકે છે. અભયની ફિલ્મો પાસે કાયમ દર્શકો ઘણી આશાઓ સેવતાં હોય છે અને તેમને લાગે છે કે જો અભય દેઓલ ફિલ્મમાં હોય, તો ફિલ્મમાં કંઇકને કંઇક તો ખાસ હશે. દેવ ડી, ઝિંદગી ના મિલેગી દોબારા, રાંઝણા જેવી ફિલ્મો બાદ દર્શકોની આશાઓ અભય પાસે વધી ગઈ હતી, પરંતુ એમ કહેવું ખોટું નહી ગણાય કે વન બાય ટૂ જોયા બાદ દર્શકોની આશાઓ ક્યાંકને ક્યાંક રોળાઈ શકે છે.
વન બાય ટૂ ફિલ્મ દ્વારા અભયે પ્રોડક્શન ક્ષેત્રે પણ પગલુ મૂક્યું છે અને ક્યાંકને ક્યાંક પ્રોડ્યુસર તરીકે કદાચ અભયની શરુઆત ખરાબ થવાની છે. વન બાય ટૂ દ્વારા પ્રીતિ દેસાઈ અને અભયની જોડી પણ પહેલી વાર સિલ્વર સ્ક્રીન પર દેખાઈ છે અને ક્રિટિક્સનું માનવું છે કે આ જોડી સ્ક્રીન ઉપર કોઈ પણ જાતની કમાલ નહીં કરી શકે. રીયલ લાઇફમાં ભલે આ જોડી વચ્ચે સારી કેમેસ્ટ્રી હોય, પણ રીલ ઉપર આ જોડીમાં કેમેસ્ટ્રી જરાય વર્તાઈ નથી.
ચાલો તસવીરો સાથે જાણીએ વન બાય ટૂ ફિલ્મની વાર્તા :

અમિત-સમાઇરાની વાર્તા
વન બાય ટૂ ફિલ્મની વાર્તા છે અમિત શર્મા (અભય દેઓલ) અને સમાઇરા પટેલ (પ્રીતિ દેસાઈ)ની.

બોરિંગ અમિત
અમિતની ગર્લફ્રેન્ડ સમાઇરા તેને છોડી દે છે, કારણ કે અમિત ખૂબ જ બોરિંગ છે.

ડાન્સર બનવા માંગતી સમાઇરા
સમાઇરા એક બહુ મોટી ડાન્સર બનવા માંે છે અને તેના માટે તે બહુ મહેનત કરે છે.

અમિતના હવાતિયાં
અમિત પોતાની ગર્લફ્રેન્ડને પરત પામવા માટે ઘણુ બઘુ કરે છે, પરંતુ અંતે તે તેની સાથેના સંબંધો તોડી નાંખે છે.

માતા પાસે રહેતી સમાઇરા
સમાઇરા પોતાની માતા સાથે રહે છે, કારણ કે તેના પિતા માતા-દીકરીને છોડીને વિદેશમાં જઈ વસી ગયાં અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં.

પોત-પોતાના રસ્તે
અંતે સમાઇરા પોતાના સપના સાચા કરવામાં સફળ થાય છે અને અમિત પણ પોતાના જીવનમાં આગળ વધી ચુક્યો હોય છે.

સપના પાછળ દોડ
સમગ્ર ફિલ્મમાં સમાઇરા અને અમિત પોત-પોતાના સપના પાછળ ભાગતાં રહે છે.

અને પાછા ભટકાયાં
અંતે પોત-પોતાના સપના પૂરા કરતાં-કરતાં અમિત-સમાઇરા ફરીથી એક-બીજાને ભટકાય છે અને અહીં જ ફિલ્મની વાર્તા ખતમ થઈ જાય છે.

ગીતો સારા
વન બાય ટૂ ફિલ્મના ગીતો સારાં છે, પણ જીભે ચઢી જાય તેવાં નથી.

વાર્તા બોરિંગ
વન બાય ટૂ ફિલ્મની વાર્તા બોરિંગ છે અને તેની ઝડપ પણ બહુ ધીમી છે.

પાત્રો પણ કંટાળાજનક
વન બાય ટૂ ફિલ્મના પાત્રો પણ તેની વાર્તા જેટલા જ કંટાળાજનક છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
