Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીદેવીના જન્મદિવસ પર જ્હાનવીએ શેર કર્યો ખાસ ફોટો

શ્રીદેવીના 55 માં જન્મદિવસ પર તેમની પુત્રી જ્હાનવી કપૂરે એક જૂનો ફોટો શેર કર્યો છે.

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના ફેબ્રુઆરીમાં થયેલા નિધનથી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજુ પણ શોકમાં છે. આજે જો શ્રીદેવી જીવતી હોત તો તે 55 વર્ષની હોત. શ્રીદેવીના 55 માં જન્મદિવસ પર તેમની પુત્રી જ્હાનવી કપૂરે એક જૂનો ફોટો શેર કર્યો છે. જે જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. આ ફોટો જ્હાનવીના બાળપણનો છે. જેને જોઈને શ્રીદેવીના ફેન્સ ખૂબ ખુશ છે.

મા ના જન્મદિવસ પર શેર કર્યો બાળપણનો ફોટો

મા ના જન્મદિવસ પર શેર કર્યો બાળપણનો ફોટો

પોતાની મા શ્રીદેવીના જન્મદદિવસ પર જ્હાનવીએ સોશિયલ મીડિયા પર એક જૂનો ફોટો શેર કરી બધાને ભાવુક કરી દીધા છે. દિવંગત અભિનેત્રીની મોટી પુત્રી જ્હાનવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના બાળપણનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં શ્રીદેવીએ નાની જ્હાનવીને પોતાના ખોળામાં લીધેલી છે અને બોની કપૂર તેની પાછળ ઉભા છે. જ્હાનવી આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

લાખો લોકોએ શ્રીદેવીને યાદ કરી

લાખો લોકોએ શ્રીદેવીને યાદ કરી

યાદોના ઝરુખામાંથી નીકળી ગયેલા આ ફોટા સાથે જ્હાનવીએ કંઈ લખ્યુ નથી કારણકે કદાચ આ ફોટો જ ઘણુ કહી જાય છે. તેને શબ્દોના સહારાની કોઈ જરૂર નથી. માતા પિતા સાથે જ્હાનવીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધીમાં આ ફોટો લગભગ 4 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે. ફેન્સે કમેન્ટમાં શ્રીદેવીને યાદ કરતા તેમને જન્મદિવસની શુભકામનાઓ મોકલી છે.

ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળશે જ્હાનવી

ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળશે જ્હાનવી

શ્રીદેવીએ 24 ફેબ્રુઆરીના રોજ દૂબઈમાં આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમનું મૃત્યુ દૂબઈની એક ફાઈવ સ્ટાર હોટલના બાથટબમાં ડૂબવાથી થયુ હતુ. જ્હાનવીની વાત કરીએ તો તેની પહેલી ફિલ્મ ‘ધડક' 20 જુલાઈના રોજ રિલીઝ થઈ અને બધાએ આ ફિલ્મની પ્રશંસા કરી છે. મરાઠી ફિલ્મ ‘સૈરાટ' ના આ હિંદી રિમેકમા જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જ્હાનવી ટૂંક સમયમાં કરણ જોહરના નિર્દેશનમાં બનતી ફિલ્મ ‘તખ્ત' માં જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X