ઑફ-સ્ક્રીન જ નહીં, ઑન-સ્ક્રીન પણ રોમાંસનો ખિલાડી છે અક્ષય કુમાર!
મુંબઈ, 22 જુલાઈ : અભિનેતા અક્ષય કુમાર બૉલીવુડમાં એક્શન હીરો અને ખિલાડી તરીકે જાણીતા છે, પરંતુ તેમની સાથે વધુ એક ટૅગ જોડવો જરૂરી છે અને આ ટૅગ ખિલાડી ઑફ ઑન-સ્ક્રીન રોમાંસ જોડી શકાય.
અક્ષય કુમારનું નામ ઑફ-સ્ક્રીન રોમાંસ અંગે તો ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. આવી અભિનેત્રીઓમાં રવીના ટંડનથી લઈ શિલ્પા શેટ્ટીનો સમાવેશ થાય છે. જોકે ફાઇનલી અક્ષયે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતાં.
આમ છતાં અક્ષય કુમાર ઑન-સ્ક્રીન રોમાંસમાં પણ માહેર રહ્યાં છે. તેમણે રૂપેરી પડદે રવીના ટંડન, શિલ્પા શેટ્ટીથી માંડી સોનાક્ષી સિન્હા, કૅટરીના કૈફ, કાજોલ, મમતા કુલકર્ણી જેવી યુવાન અભિનેત્રીઓ સાથે જ નહીં, પણ રેખા જેવી ઓલ્ડ-એન-બોલ્ડ અભિનેત્રી સાથે પણ રોમાંસ કર્યો છે. એ જ ઓલ્ડ-એન-બોલ્ડ રેખા સાથે અક્ષય કુમાર પુનઃ એક વાર હેરા ફેરી 4માં ઑન-સ્ક્રીન રોમાંસ કરવાનાં છે.
અક્ષય કુમારના ઑન-સ્ક્રીન રોમાંસ અનેક વખત તેમના ઑફ-સ્ક્રીન રોમાંસમાં પણ પરિણમ્યા કે જેમાં રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી જેવી અભિનેત્રીઓ સાથે અક્ષયના અફૅર્સનો સમાવેશ થાય છે.
ચાલો તસવીરો સાથે જોઇએ અક્ષય કુમારના ઑન-સ્ક્રીન રોમાંસ :

જુહી ચાવલા સાથે
અક્ષય કુમારે જુહી ચાવલા સાથે ત્રણ ફિલ્મોમાં રોમાંસ કર્યો છે કે જેમાં મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, એક રિશ્તા ધ બૉન્ડ ઑફ લવ તથા દોસ્તીનો સમાવેશ થાય છે.

રેખા
અક્ષય કુમારે ઓલ્ડ-એન-બોલ્ડ રેખાને પણ નથી છોડી. બંનેનું ઑફ-સ્ક્રીન પણ લિંક થયુ હોવાનું ચર્ચાતુ હતું. ઇંટરનેશનલ ખિલાડીમાં અક્ષયે રેખા સાથે રોમાંસ કર્યો હતો અને કહે છે કે હેરા ફેરી 4માં ફરી એક વાર અક્ષય રેખા સાથે રોમાંસ કરશે.

રવીના ટંડન
અક્ષય કુમાર અને રવીના ટંડન એક સમયની હૉટ જોડી ગણાતી હતી. મોહરા સહિત આઠ ફિલ્મોમાં અક્ષય-રવીનાએ ઑન-સ્ક્રીન રોમાંસ કર્યો હતો અને તે ઑફ-સ્ક્રીન રોમાંસમાં પણ પરિણમ્યો હતો.

કાજોલ
કાજોલ અને અક્ષયની એકમાત્ર ફિલ્મ હતી યે દિલ્લગી અને તેમાં પણ અક્ષય-કાજોલ ઇંટીમેટ થયા હતાં.

આયેશા ઝુલ્કા
અક્ષય કુમાર અને આયેશા ઝુલ્કાએ પાંચ ફિલ્મોમાં ઑન-સ્ક્રીન રોમાંસ કર્યો હતો. આયેશાનું નામ પણ અક્ષય સાથે જોડાયુ હતું.

કરીના કપૂર
અક્ષય કુમારે પહેલા અજનબીમાં બિપાશા બાસુ અને કરીના કપૂર સાથે રોમાંસ કર્યો અને પછી કમ્બખ્ત ઇશ્કમાં પણ અક્ષય-કરીનાનો ભરપૂર રોમાંસ હતો.

કૅટરીના કૈફ
દે દના દન ફિલ્મની આ સિઝલિંગ હૉટ કેમેસ્ટ્રી કોણ ભુલી શકે? ગલે લગ જા... ગીતમાં અક્ષય અને કૅટરીના કૈફનો રોમાંસ પરાકાષ્ઠાએ હતો.

પ્રિયંકા ચોપરા
અંદાઝથી ઐતરાઝ સુધી અક્ષય-પ્રિયંકાની ઑન-સ્ક્રીન રોમાંસ કેમેસ્ટ્રી લાજવાબ હતી. ટ્વિંકલ સાથે લગ્ન કરતા પહેલા અક્ષયનું નામ પ્રિયંકા સાથે પણ જોડાયુ હતું.

શિલ્પા શેટ્ટી
અક્ષય-શિલ્પાનું લવ અફૅર એક સમયે બૉલીવુડમાં ખૂબ ચગ્યુ હતું. અક્ષય અને શિલ્પા શેટ્ટી વચ્ચે મૈં ખિલાડી તૂ અનાડી ફિલ્મમાં હૉટ કેમેસ્ટ્રી જામી હતી અને આ ઑન-સ્ક્રીન રોમાંસ ઑફ-સ્ક્રીન પણ ખૂબ ચગ્યો હતો, પરંતુ શિલ્પાને જ્યારે જાણ થઈ કે અક્ષય ટ્વિંકલ સાથે પણ ડેટિંગ કરે છે, તો તેમણે અક્ષય સાથેના સંબંધો ખતમ કરી દીધાં.

માધુરી દીક્ષિત
અક્ષય કુમારે માધુરી દીક્ષિત સાથે પણ ખૂબ રોમાંસ કર્યો છે. આરઝૂ ફિલ્મમાં બંને ઇંટીમેટ થયા છે, તો દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મમાં પણ અક્ષય-માધુરીનો રોમાંસ બતાવાયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
