હોળી પર ઠગ સુકેશને જેકલીનની યાદ આવી, પત્ર લખીને કહ્યું-I Love You
સુકેશ ચંદ્રશેખરે જેકલીનને માટે લખ્યું કે, સૌથી અદ્ભુત વ્યક્તિ, મારી સૌથી સુંદર જેકલીનને હોળીની શુભેચ્છા. રંગોના આ તહેવાર પર હું તને વચન આપું છું કે તારા જીવનમાં જે રંગો ઝાંખા કે અદૃશ્ય થઈ ગયા છે તેને 100 વખત પાછા લાવીશ.

નવી દિલ્હી : કરોડોની ગિફ્ટના ચક્કરમાં ઠગ સુકેશ ચંદ્રશેખરના ચક્કરમાં ફસાયેલી જેક્લીન ફર્નાન્ડીસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ કોર્ટમાં સૂનાવણી ચાલી રહી છે ત્યારે ઠગ સુકેશ પણ પીછો છોડી નથી રહ્યો. હવે સુકેશે ફરીથી પત્ર લખીને જેક્લીન ફર્નાન્ડીસને પ્રેમનો ઈઝહાર કર્યો છે.
આ પહેલી વખત નથી જ્યારે સુકેશે જેકલીનને જેલમાંથી પત્ર લખ્યો હોય. આ પહેલા પણ તે આવુ કરી ચુક્યો છે. હવે હોળી પર સુકેશે ફરીથી પત્ર લખીને અભિનંદન આપતા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. દિલ્હી જેલમાં બંધ સુકેશે પત્રમાં લખ્યું છે કે, સૌથી પહેલા હું હોળીની શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને મીડિયાને, જે હંમેશા મારી વાત લોકોની સામે રાખે છે. આ પછી સુકેશે પોતાના પત્રમાં જેકલીનને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.
સુકેશ ચંદ્રશેખરે જેકલીનને માટે લખ્યું કે, સૌથી અદ્ભુત વ્યક્તિ, મારી સૌથી સુંદર જેકલીનને હોળીની શુભેચ્છા. રંગોના આ તહેવાર પર હું તને વચન આપું છું કે તારા જીવનમાં જે રંગો ઝાંખા કે અદૃશ્ય થઈ ગયા છે તેને 100 વખત પાછા લાવીશ. હું ખાતરી કરીશ અને તે મારી જવાબદારી પણ છે.
અહીં પત્રમાં સુકેશે જેકલીન ફર્નાન્ડિસ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા લખ્યુ કે, હંમેશાં હસતી રહે માય બેબી. તને ખબર છે કે તું મારા માટે કેટલી મહત્વની છે. લવ યુ માય પ્રિન્સેસ, મિસ યુ, માય બી, માય બોમ્મા, માય લવ.
અહીં તમને જણાવી દઈએ કે, 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશ દિલ્હીની જેલમાં બંધ છે. આ કેસમાં સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ લેવાના આરોપમાં જેકલીનનું નામ પણ સામે આવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
