Omg! દીપિકા સાતમા આસમાને, સલમાન સાથેની 4 સહિત 8 ફિલ્મો ફગાવી!
મુંબઈ, 10 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આજકાલ સાતમા આસમાને છે. ગત વર્ષે ચાર-ચાર સુપર હિટ ફિલ્મો આપ્યા બાદ આ વર્ષે સતત બે હિટ ફિલ્મો ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર આપનાર દીપિકા પાદુકોણે આજકાલ હિટ અભિનેત્રીઓની યાદીમાં સૌથી ઉપર છે. એટલુ જ નહીં, દીપિકા પાદુકોણે 2015માં પણ બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો દ્વારા ધમાલ મચાવવા તૈયાર છે.
પરંતુ શું આપ જાણો છો કે સફળતાની સીઢીઓ ચઢી રહેલા દીપિકાએ અહીં સુધી પહોંચવાના ક્રમે ઘણી ફિલ્મો ઠુકરાવી પણ છે. ઘણી વખત તેમની પસંદગી ખૂબ સચોટ સાબિત થઈ, જ્યારે અનેક વખત સુપર હિટ ફિલ્મો તેમના હાથમાંથી સરકી ગઈ. તેવામાં એક રસપ્રદ બાબત એ પણ છે કે દીપિકા દ્વારા ઠુકરાવવામાં આવેલ ફિલ્મોમાંથી એકમાં તો તેમના કો-સ્ટાર સલમાન ખાન હતાં. ક્યારેક સલમાન સાથે કામ કરવાની રુચિ વ્યક્ત કરનાર દીપિકાએ સલમાન સાથેની એક નહીં, પણ ચાર-ચાર ફિલ્મો ઠુકરાવી છે.
ચાલો જોઇએ દીપિકા દ્વારા ઠુકરાવવામાં આવેલ ફિલ્મોની લાંબી યાદી :

શુદ્ધિ
દીપિકા પાસે સંજય લીલા ભાનુશાળીની બાજીરાવ મસ્તાની અને કરણ જૌહરની શુદ્ધિની ઑફરો આવી હતી કે જેમાંથી દીપિકાએ ભાનુશાળીનો હાથ થામ્યો, પણ શુદ્ધિ ઠુકરાવી દીધી. ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે.

સુલતાન
દીપિકાએ સલમાન ખાન સાથેની વધુ એક ફિલ્મ સુલતાન પણ ઠુકરાવી દીધી.

જબ તક હૈ જાન
યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન માટે કૅટરીના કૈફ નહીં, પણ દીપિકા પાદુકોણે હતાં દિગ્દર્શકની પહેલી પસંદ, પરંતુ યશ અને શાહરુખ જેવા મોટા નામ જોડાયેલા હોવાથી દીપિકાએ આ ફિલ્મને ઇનકાર કરી હતી.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7
ફિલ્મ હૉલીવુડની હોય, તો શું? જ્યારે દીપિકા સંજય લીલા ભાનુશાળીની રામલીલામાં વ્યસ્ત હતાં, ત્યારે તેમની પાસે હૉલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7ની ઑફર આવી હતી, પરંતુ દીપિકાએ તે ઠુકરાવી દીધી હતી.

ધૂમ 3
ધૂમ 3 માટે પણ પહેલી પસંદગી દીપિકા પાદુકોણેની કરવામાં આવી હતી, પરંતુ તેમના ઇનકાર બાદ કૅટરીના કૈફને લેવાયાં.

રૉય
રણબીર કપૂર અને દીપિકાની કેમિસ્ટ્રી કોણ નથી જાણતું. યે જવાની હૈ દીવાનીની સફળતા બાદ લાગતુ હતું કે બંનેની જોડી ફરી દેખાશે, પરંતુ દીપિકાએ રણબીર સાથેની રૉય ઠુકરાવી દીધી. જોકે દીપિકા રણબીર સાથે તમાશા ફિલ્મ જરૂર કરી રહ્યા છે.

કિક
કિક માટે પહેલી પસંદ જૅકલીન ફર્નાન્ડીઝ નહીં, પણ દીપિકા જ હતાં, પરંતુ હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત દીપિકાએ કિકને ઇનકાર કરી હતી.

પ્રેમ રતન ધન પાયો
રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો માટે પણ પહેલી પસંદગી દીપિકા જ હતાં કે જે ફિલ્મ તેમણે સમયના અભાવે ઠુકરાવી દીધી. આ ફિલ્મમાં પણ સલમાન ખાન લીડ રોલમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
